તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
૧૦મી એ જૈન-જૈનેતરો જયણાપુર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે
જૈનોનાં તમામ ફીરકાનાં સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓ અદ્ભુત એકતાનો પરિચય કરાવશે

રાજકોટઃ આગામી ૧૦ એપ્રીલ-૨૦૨૫નાં રોજ રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાંના તમામ સભ્યો સહીતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાંપૂર્વકની વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે. ગત વર્ષે ૫૬૦૦ જેટલા જૈન શ્રાવક શ્રાવિકાઓ તથા મોટી સંખ્યામાં જૈનેતરોએ પણ આ ગૌતમ પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક માં હજારોની સંખ્યામાં જૈનો જેમાં ચારેય ફિરકાનાં જૈનો, વિવિધ સંઘો, સાથી સંસ્થાઓ, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળ, યુવક મંડળ સહીતનાં જૈનોનો સમાવેશ થાય છે તેઓ તમામ કાર્યક્રમો ભાવભેર જોડાય છે, આ નિમિતે અનેકવિધ કાર્યક્રમો જન્મ કલ્યાણકનાં દિવસ પૂર્વે શરૂ થઈ જતા હોય છે જે અંતર્ગત તા.૫ નાં રોજ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા, તા.૬ના રોજ ઓપન રાજકોટ ચીત્ર સ્પર્ધા, તા.૯ના રોજ ભગવાન મહાવીરના બાળ સ્વરૂપને કાલાવાલા કરવાનો અનેરો અવસર એટલે વિર પ્રભુનું પારણું, તા.૧૦ના રોજ આયોજીત બાળકોની વેશભુષા સ્પર્ધા, અનેક વિધ ફલોટ સાથેની મણીયાર દેરાસર, ચૌધરી હાઈસ્કુલથી પ્રારંભ થઇ સુશોભીત રૂટ ઉપર ફરીને જૈન મોટા સંઘ ખાતે પુર્ણ થનારી ધર્મયાત્રા, ધર્મસભા તથા અંતે હજારોની સંખ્યામાં શ્રાવકો જેનો લાભ લેશે એવા ગૌતમ પ્રસાદ સહીતના આયોજન થયું હોવાનું જણાવાયું છે.
આ ગૌતમ પ્રસાદની વ્યવસ્થા માટે કમીટીનાં અનીલભાઈ દેસાઈ, જયેશભાઈ વસા, કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, હીતેશભાઈ મહેતા, જયભાઈ ખારા, મુકેશભાઈ દોશી, જનેશભાઈ અજમેરા, નૈમિશભાઈ મહેતા, ભાવિકભાઈ શાહ, દર્શનભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, જીતુભાઈ મારવાડી, જુગલભાઈ દોશી, કુશલભાઈ કોઠારી, ધર્મેશભાઈ બખાઈ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
આ વખતનાં ગૌતમ પ્રસાદનાં દાતા તરીકે રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ, કાંતાબેન રમણીકભાઈ દેસાઈ, મલયભાઈ અનીલભાઈ દેસાઈ, માતુશ્રી કંચનબેન રમણીકભાઈ શેઠ, જીગરભાઈ શેઠ, તારામતીબેન ઈશ્વરભાઈ દોશી, રાજન મુકેશભાઈ દોશી, અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, લીલમબેન નગીનદાસ ગોડા, વિરેશભાઈ, હરેનભાઈ, ચંદ્રેશભાઈ, રતીગુરુ ચેરી. ટ્રસ્ટ ,ટી.આર. દોશી, રસીલાબેન ચીમનલાલ માટલીયા, અલ્કાબેન દીપકભાઈ માટલીયા અને નિકીતાબેન રૂપેશભાઈ માટલીયા, ભાવનાબેન નવીનચંદ્ર અજમેરા, દિપ,દેવ જેનીશભાઈ અજમેરા અને પરમ પારસભાઈ અજમેરા, ભાવનાબેન હસમુખભાઈ શાહ પરિવાર, દર્શનભાઈ શાહ, નીલમબેન જયકાંતભાઈ વાઘર, અનીષભાઈ અને ભાવિનભાઈ, સુધાબેન જયેશભાઈ શાહ, ભાવિક શાહ, ચંપાબેન દલીચંદભાઈ શેઠ, મીહીર વિભાશભાઈ શેઠ, વિરેન્દ્રભાઈ, ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ, સુનીલભાઈ ખારા પરિવાર દામીનીબેન પિયુષભાઈ કામદાર,જય અને વિશેષ, ચંદ્રાબેન નટવરલાલ શાહ જાગળતિબેન કમલેશભાઈ શાહ અને સુનીતાબેન જીજ્ઞેશભાઈ શાહ, કલાવંતીબેન ભુપતભાઈ માઉં, શીલાબેન શૈલેષભાઈ માઉં, ગુલાબબેન અનીલભાઈ મહેતા તથા વિભાબેન હીતેશભાઈ મહેતા પરિવાર, દોશી ઈલેક્ટ્રીક ડેકોરેશન,જુગલભાઈ દોશી નયનભાઈ દોશી, દક્ષાબેન ભોગીલાલ બખાઈ, રિધ્ધીબેન ધર્મેશકુમાર બખાઈ, મીનાબેન પ્રવિણભાઈ કોઠારી, કુશલભા કોઠારી, વસંત પ્રભાબેન હસમુખભાઈ વસા પરિવાર, સાધનાબેન જીતેન્દ્રભાઈ મારવાડી અને સંઘવી શકુંતલાબન મોહનલાલજી ખીવસરા, દમયંતિબેન ભોગીલાલ દોશી, ભરતભાઈ દોશી - અમરેલી, સ્વ.મધુબેન જીતેન્દ્રભાઈ દોશી,દર્શનાબેન આશીતભાઈ, અલ્પાબેન કુશાંગભાઈ વગેરેએ લાભ લીધેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, હીતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માઉં, જુગલભાઇ દોશી, હીતેશભાઈ મણીઆર, પારસભાઈ વખારીયા, કૌશલભાઈ કોઠારી, ધર્મેશભાઈ બખાઈ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










