તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
પૂ.સંતશ્રી દેશળભગતની ૧૦મીએ ૯૭મી નિર્વાણ તિથીઃ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો
જયંત કે.જી.મેઇન રોડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ, દેશળભગત મંદિરે સમાપનઃ જાહેર આમંત્રણ

રાજકોટઃ શ્રી દેશળભગત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી દેશળ સેના યુવા ગૃપ-મવડી પ્લોટ રાજકોટના સંયુકત ઉપક્રમે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરમપુજય સંતશ્રી દેશળભગતની ૯૭મી નિર્વાણતીથી સવંત ર૦૮૧ ચૈત્ર સુદ ૧૩ને ગુરૂવાર તા.૧૦ ગુરૂવારે ઉજવવામાં આવશે.
આ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રા બપોરે ૩:૩૦ કલાકે શ્રી નિતીનભાઇ હરીભાઇ કબર-મોમાઇ કૃપા, જયંત કે.જી.મેઇન રોડ, રામનગર, મુકેશ લોન્ડ્રી વાળી શેરી, મવડી પ્લોટ, રાજકોટ ખાતેથી નીકળશે. જેમાં ભાઇઓ તથા બહેનો ડી.જેના સથવારે રાસ રમતા-રમતા જોડાશે. આ શોભાયાત્રા સાંજે ૭ વાગ્યે ઓમનગર ખાતે આવેલ પૂ. દેશળભગત મંદીરે પહોંચશે.
ત્યારબાદ આરતી અને મહાપ્રસાદનું આયોજન ટ્રસ્ટ અને દેશળસેના દ્વારા કરવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં જ્ઞાતિ આગેવાન શ્રીભલાભાઇ ચૌહાણ સહીતના જોડાશે.
શોભાયાત્રા અને મહાપ્રસાદ આ ભગીરથ કાર્ય માટે મવડી પ્લોટ સમુહલગ્ન સમીતી રાજકોટ, યુવાસેના મવડી પ્લોટ, શ્રી રજપુત યુથ ફાઉન્ડેશન રાજકોટ, તેમજ શ્રી સોરઠીયા રજપુત સમાજ રાજકોટના કાર્યકર્તાઓ વજુભાઇ ચૌહાણ, દિનેશભાઇ ચૌહાણ, નિતીનભાઇ કબર, રણજીતભાઇ ડાભી, પ્રવિણભાઇ રાઠોડ, હિતેષભાઇ પરમાર, પ્રતાપભાઇ ડોડીયા, રતીભાઇ જાદવ, જેન્તીભાઇ પરમાર, જેન્તીભાઇ જાદવ, ભરતભાઇ રાઠોડ, જેન્તીભાઇ ડાભી, ધર્મેશભાઇ ચૌહાણ, અતુલભાઇ સોલંકી, સૌમીતભાઇ પરમાર, જીતુભાઇ બારડ જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:49 PM IST)










