તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
રાજકોટની મામલતદાર કચેરીમાં અરજદાર ગરમીથી બેભાનઃ સિવીલમાં ખસેડાયા
મેડીકલ તાબીબ જતા મામલતદાર તંત્ર-લોકોને હાશકારો

રાજકોટ તા. ૨: એપ્રિલ - રાજકોટમાં પૂર્વ મામલતદાર કચેરીમાં આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારને હીટસ્ટ્રોક લાગતા બેભાન થઈ ગયા હતા. આથી મામલતદાર દ્વારા તકેદારીના પગલાં લઈને તેને તાત્કાલિક ૧૦૮ મારફત સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આખરે આ મોકડ્રીલ જાહેર થઈ હતી.
રાજકોટ શહેરની પૂર્વ મામલતદાર કચેરીમાં આવેલા એ.ટી.વી.ટી. સેન્ટરમાં ૨૯મી માર્ચે જાવેદભાઈ (ઉ.૪૨) નામના નાગરિક આવકનો દાખલો કઢાવવા આવ્યા હતા. ગરમી વચ્ચે આ અરજદાર અચાનક બેભાન જેવા થઈ ગયા હતા. તેને હીટસ્ટ્રોક લાગ્યાનું જણાતા સિકયોરિટી ગાર્ડ દ્વારા પૂર્વ મામલતદાર શ્રી એસ. જે. ચાવડાને જાણ કરવામાં આવી હતી. આથી મામલતદારશ્રી તાત્કાલિક દોડી ગયા હતા અને નાગરિકના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો તેમજ સી.પી.આર. પણ આપ્યું હતું. આમ છતાં અરજદારની સ્થિતિ ન સુધરતાં તાત્કાલિક ‘ઈમરજન્સી ૧૦૮'ને ફોન કરતાં પાંચ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી ૫હોંચી હતી. એ પછી અરજદારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને તાત્કાલીક સારવાર આ૫વામાં આવી હતી. જો કે કામગીરી સંપન્ન થયા પછી પૂર્વ મામલતદાર શ્રી એસ.જે. ચાવડાએ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી. આ સફળ મોકડ્રીલ શહેર-૧ પ્રાંત અધિકારી શ્રી ચાંદની ૫રમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
(3:31 PM IST)










