<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

કે.કે.વી હોલ પાસે ગાડી બાબતે બાંધકામના ધંધાર્થીને કાર ચાલકે ધોકાથી માર માર્યો

રવીભાઈ સખીયાની તાલુકા પોલીસમાં આઈ-૨૦ કારચાલક વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ,તા.૨ઃ કાલાવડ રોડ પર કે.કે.વી હોલ પાસે વળાંક લેવા બાબતે આઈ-૨૦ કારના ચાલકે ગાળો આપી ફોર્ચ્યુનર કારમાં બેઠેલા બાંધકામના ધંધાર્થીને ધોકાવડે મારમારતા ફરિયાદ થઈ છે.મળતી વિગત મૂજબ યુનિવર્સિટી રોડ પર નટરાજનગરમભાં રહેતા બાંધકામના ધંધાર્થી રવીભાઈ છગનભાઈ સખીયા (ઉ.વ.૩૪) ઍ તાલુકા પોલીસ મથકમાં અજાણી આઈ-૨૦ કારના ચાલક વિરૂધ્ધ ફરિયાદ કરી છે. રવીભાઈઍ ફરિયાદમાં જણાવ્યું છે કે  ગઈકાલે હું તથા મારા પિતા બંને ઘરેથી મારી ફોર્ચ્યુનર કાર લઈને કામ અર્થે મારા પિતરાઈ ભાઈ રાજેશભાઈ સખીયાના ઘરે જવા માટે નીકળ્યા હતા. અને કાલાવડ રોડ પર ક્રિષ્ના મેડીકલ સ્ટોર પાસે ડીવાઈઝર ક્રોસ કરી સામેની તરફ આવેલી શ્રીજી હોટલ તરફ વળાંક લેવા જતા કે.કે.વી હોલ તરફથી ઍક નંબર વગરની આઈ-૨૦ કાર મારી ગાડી નજીક આવી અચાનક બ્રેક મારી દીધી હતી. અને ગાડી સાઈડમાં રાખી આ આઈ-૨૦ કારનો ચાલક મારી ગાડી પાસે આવી ગાળો દેવા લાગ્યો હતો. તેને ગાળો દેવાની ના પાડતા તે તેની આઈ-૨૦ કારમાંથી ધોકો લઈને આવી મારમારતા ડાબા પડખામાં ઈજા કરી હતી. અને આજે તો તને મારી નાખવો છે. કહી ધમકી આપી કારમાંથી બન્ને ધોકો લઈને આવી મને માથાના ભાગે ફટકારી દીધો હતો. મેî બીજા ધોકો પણ પકડી લેતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આસપાસના લોકો ઍકઠા થતા આઈ-૨૦ કારનો ચાલક ક્રોસ કરી અને ત્યાં આવેલી દુકાનમાં જતો રહ્ના હતો. બાદ આ બાબતે મારા ભાઈ ધવલભાઈનો ફોન કરી જાણ કરતા તે આવી જતા તે દરમ્યાન આઈ-૨૦ કારનો ચાલક ભાગી ગયો હતો. બાદ મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા  બાદ મેî તાલુકા પોલિસમાં ફરિયાદ નોîધાવતા હેડ કોન્સ મયુરભાઈ ઠાકરે તપાસ હાથધરી છે.(૪૦.૧૬)

(2:27 PM IST)