News of Wednesday, 2nd April 2025
વિદેશી અને દેશી દારૂના લીસ્ટેડ બુટલેગર મનીષા ઉર્ફે મુન્ની અને મગન પાસામાં ધકેલાયા
પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઇ.ઍમ.આર. ગોîડલીયા તથા ટીમે વોરંટની બજવણી કરી બંનેને ભાવનગર જેલ હવાલે કર્યા

રાજકોટ તા.૨ઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં વિદેશી દેશી દારૂના અનેક ગુનામાં સામેલ બે લીસ્ટેડ બુટલેગરને પોલીસે પાસામાં ધકેલી દીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂના ૧૩ ગુનામાં સામેલ મગન રાયસીંગભાઇ રોજાસરા (ઉ.વ.૪૩ (રહે. ગ્રીન લેન્ડ ચોકડી પાસે શીવનગર શેરીનં.૧) ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશઝાઍ ઇશ્યુ કરતા પી.સી.બીના ઇન્ચાર્જ પી.આઇ.ઍમ.આર.ગોîડલીયા તથા પી.ઍસઆઇ.ઍમ.જે.હુણ સહિતના સ્ટાફે મગન રાયસિંગભાઇ રોજાસરાની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.
જયારે દેશી દારૂના ૨૦ જેટલા ગુનામાં સામેલ બુટલેગર મનીષા ઉર્ફે મુન્ની વિનોદભાઇ સોલંકી (ઉ.વ.૫૦) (રહે.ચૂનારાવાડ શેરીનં. ૧ આજીડેમના કાઠા પાસે) ને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશ્નરે વોરંટ ઇશ્યુ કરતા પી.સી.બીની ટીમે મનીષા ઉર્ફે મુન્ની વિનોદભાઇ સોîલકીની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ હવાલે કરી હતી. આ કામગીરીમાં વોરંટની બજવણી પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ.ઍમ.આર. ગોîડલીયાના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઇ ઍમ.જે.હુણ, ઍ.ઍસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ,હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા,, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા,, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો. કોન્સ. યુવરાજસિંહ રાણા,વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, મહીલા પો.કોન્સ. મનીષાબેન યાદવ દ્વારા કરવામાં આવી હતી.(૩૮.૨૪)
(2:26 PM IST)










