તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
‘એક બાર ફીર સે મુલાકાત હોગી, પીછલા હિસાબ બાકી હૈ': ટૂર ટ્રાવેલ્સના ધંધાર્થીને સોશિયલ મિડીયાથી ખૂનની ધમકી
ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મનિષ, અમિત, ચિરાગ, મીત અને નિશાએ છરી સાથે ફોટા, અલગ અલગ ડાયલોગ, લખાણ,ગાળો લખી ધમકાવ્યાની ફરિયાદ ગાંધીગ્રામ અક્ષરનગરના પ્રકાશ ઉર્ફ પિન્ટુ લખલાણી પર ચાર મહિના પહેલા હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં જામીન પર છુટયા પછી મનિષ સહિતનાએ સમાધાન કરવાનું કહી ધમકીઓ ચાલુ કરીઃ ગાંધીગ્રામ પોલીસે બીજો ગુનો નોંધ્યો મર્દના સમાધાન સ્માશાને જ થાય...૩૦૭ બોલે ડાર્લિંગ ઉડે તો જ હા...મેરા વાપસ આના તય હૈ, તુમ ખુદ કો બચાને કી તૈયારીમેં લગ જાઓ યુવતિ નિશાએ ધમકી આપતા ડાયલોગ સાથે બેફામ ગાળો પણ લખીઃ તું બસ કેસ કર શકે, બદલા તો તેરા બાપ ભી ના લે શકે!

રાજકોટ તા. ૨: શહેરના ગાંધીગ્રામમાં રહેતાં અને ટૂર્સ ટ્રાવેલ્સ બૂકીંગનું કામ કરતાં યુવાને ચાર મહિના પહેલા કેટલાક શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિષની કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરી હોઇ તે બધાની ધરપકડ થતાં જેલહવાલે થયા હતાં. હવે જામીન પર છુટીને આ શખ્સો સમાધાન કરી લેવાનું કહી દબાણ કરતાં હોઇ યુવાને સમાધાનની ના પાડતાં આ બધાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી પર આ યુવાનને અલગ-અલગ ડાયલોગ, લખાણ થકી મારી નાંખવાની ગર્ભીત ધમકી આપતાં તેણે પાંચ જણા સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં એક યુવતિ પણ સામેલ છે. આ તમામે આઇડીમાં ધમકીની સાથે સાથે બેફામ ગાળો પણ લખી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ આશાપુરા માતાના મંદિર પાસે રહેતાં અને ઓનલાઇન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બૂકીંગનું કામ કરતાં પ્રકાશ ઉર્ફ પિન્ટુ રમેશભાઇ લખલાણી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી જીવંતીકાનગરના મનિષ બાબુભાઇ ધામેચા, અમીત બાબુભાઇ ધામેચા, ચિરાગ બાબુભાઇ ધામેચા, મીત મનિષભાઇ ધામેચા અને નીશા બાબુભાઇ ધામેચા વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૫૧ (૩), ૩ (૫) મુજબ સોશિયલ મિડીયા મારફત ધમકી, ગાળો આપવાનો ગુનો નોંધ્યો છે. પ્રકાશ ઉર્ફ પિન્ટુએ જણાવ્યું છે કે હું મારા પત્નિ નીકીતા અને બે બાળકો સાથે રહુ છું. તા. ૧/૧૧/૨૪ના રોજ મનિષ, અમિત, ચિરાગ, મીત, રૂષી ઉર્ફ આર.સી.એ મારા પર હથીયારથી હુમલો કર્યો હતો. તે વખતે મેં ફરિયાદ દાખલ કરાવતાં આ તમામની ધરપકડ થઇ હતી અને જેલહવાલે થયા હતાં. જે તે વખતે પ્રકાશ ઉર્ફ પિન્ટુ પર અયોધ્યા ચોકમાં આ બધાએ છરી-પાઇપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. એ ગુનામાં તમામની ધરપકડ થઇ હતી અને જેલમાં ગયા હતાં. ત્યારે ચિરાગ ધામેચાના પરિવાર વિરૂધ્ધ અરજી કરી હોઇ તેનો ખાર રાખી આ હુમલો થયો હતો. ત્યાર પછી તે વારાફરતી જામીન પર છુટયા છે. ૧૬/૨ના રોજ મારા મિત્ર મોહિતસિંહ ઝાલાએ મને ફોન કરી કહેલુ કે આ લોકો સમાધાન કરવાની વાત કરે છે, જેથી મેં સમાધાનની ના પાડી હતી. આ પછી મને ખબર પડી હતી કે જામીન પર છુટયા પછી પણ આ લોકો મને મારવા માટે શોધી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ સ્ટોરી મુકે છે. જેથી મેં મારા પત્નિ અને સાસુના ફોનમાંથી આ બાબતે તપાસ કરતાં અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મનિષ ધામેચાએ પોતાની આઇડીમાં છરીઓ સાથેના ફોટા અને ૩૦૭+૩૦૨ હજી લાગે હો પંડિત મોસ્ટ વેલકમ બેટા તથા ૩૦૭ એવુ લખાણ મુક્યું હતું.
તેમજ નિશા ધામેચાએ તેની આઇડીમાં કાલે બજારમાં એકલો મશીન ત્યારે કંયાં જઇશ, તારી...બેફામ ગાળો લખી તું બસ કેસ કર શકે કેસ, બદલા તો તેરા બાપ ભી ના લે શકે, બસ એક મોૈકે કા ઇંતઝાર હૈ લાલા, બદલા ઐસે લેંગે કે પુરા ખાનદાન કાપેંગા સહિતના ડાયલોગ સાથે ગાળો લખી હતી. જ્યારે અમીત ધામેચાએ તેની આઇટી પર ભલે ૨૦ વરસની જેલ, ભાઇ ઉપર વાત આવે તો પછી આજીવન કાપીશુ હો, હમારે સાથ બૈઠને વાલે કુત્તે આજ ખુદ કો શેર સમજ રહે હૈ, ઉન કુત્તો કો જાકે બતા દો ઇસ જંગલ કા શેર અભી ઝીંદા હૈ, મર્દના સમાધાન સ્માશાને જ થાય, પછી ગાળ લખી ઘા તો એવો કરશું કે ઉમ્ર છોટી કર દેંગે બાબુ, ૩૦૭ બોલે ડાર્લિંગ ઉડે તો જ હા, છોકરાના ચારા થાય બાપના ચારાા નો હોય, જાતુ તો નથી કરવાનું થાતું, મોસ્ટ વેલકમ જેનો ડર હતો એ બધુ થઇ ગયું છે હવે એક જ વાત કાં તો ઘા કરીશું કાં તો ઘા ખાઇશું, બાકી હવે ડગલુ તો પાછુ ન મંડાય. મેરા વાપસ આના તય હૈ તુમ ખુદ કો બચાને કી તૈયારી મેં લગ જાઓ.
જયારે ચિરાગે તેની આઇડીમાં લખ્યું હતું કે જેલ જાને સે નહિ ડરતે વાલા, અપની મા કી વજહ સે શાંત બૈઠે હૈ, મીતે પોતાની આઇડીમાં ઇક બાર ફીર સે મુલાકાત હોગી તુમસે હમારી, પીછલી બાર કા કુછ હિસાબ બાકી હૈ. આમ આ બધાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડીની સ્ટોરી મારતફ ગર્ભીત ધમકી આપી ગાળો દીધી હતી. આ બાબતની વાત મેં મારા પત્નિ, સાસુને કરી હતી. મને કેસ પાછો ખેંચી લેવા આ લોકો સોશિયલ મિડીયાના માધ્યમથી સતત ધમકી આપી ગાળો દેતાં હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પ્રકાશ ઉર્ફ પિન્ટુએ જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. બી. વી. જાડેજાએ ગુનો દાખલ કરતાં એએસઆઇ એસ. જી. ગોસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.
(4:12 PM IST)










