તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th March 2025
કલાર્પણમઃ સરકારી શાળાઓએ ખાનગી શાળાઓને આંજી
સેન્ટ્રલ ઝોનની ૨૬ શાળાઓના ૭૦૦ થી વધુ બાળકોએ ૨૫થી વધુ કૃતિઓ કરી રજૂઃ પ્રેક્ષકો અચંબામાં: માહિતી આપતા શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રીદિવસીય સાંસ્કળતિક કાર્યક્રમ ‘‘કલાર્પણમ''નું આયોજન તારીખ ૨૨, ૨૩, અને ૨૪ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સાંજે ૫ થી ૯, શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ (આલ્ફ્રેડ હાઇસ્કુલ), જયુબેલી બાગ પાસે કરવામાં આવેલ છે. જો અન્વયે સેન્ટ્રલઝોનની કુલ ૨૫ શાળાઓમાંથી ૨૭ વિવિધ પ્રકારની કળતિઓ પ્રસ્તુત કરવામાં આવેલ. જેમાં ૭૩૬ બાળકો અને ૧૬ શિક્ષકો પોતાની કલાકળતિથી ઉપસ્થિત મહાનુભાવોને અચંબિત કરેલ.
દ્રિતીય દિવસે ચેરમેન વિક્રમ પુજારાએ જણાવેલ કે કાર્યક્રમમાં બાળકો દ્વારા તા.૨૩ બાહુબલી થીમ, દેશભક્તિ, ધાર્મિક, લાડકી, વીર શહીદોના પાત્રો, નાગ દમન, રાધા ક્રિષ્ના ડાન્સ, ફૂલ ડોલ, મહાભારત, અલગ અલગ રાજ્યોની પરંપરાઓ, માં નો ગરબો, કાર્ટુન થીમ જેવી વિવિધ પ્રકારની ૨૬ કળતિઓ રજુ કરવામાં આવેલ હતી. દરેક કળતિઓ માટે તેની થીમ બેઝ આધારિત સુસજ્જ બાળકોએ ઉપસ્થીત સૌ કોઈ લોકોના મન મોહી લીધેલ હતા. આ દર્યો જોઈ મહેમાનો અત્યંત અચંબિત બની ગયેલ હતા અને દરેક કળતિઓને તાલીઓના ગડગડાટથી વધાવેલ. સાથી સાથે શિક્ષણ સમિતિના શિક્ષક બહેનો દ્રારા પણ પરંપરાગત ભારતીય પહેરવેશ સાથે ગરબાની કળતિ રજુ કરવામાં આવેલ હતી.
જેમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરિયા, પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે. કમિશનરશ્રી હર્ષદભાઈ પટેલ, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ વિજયભાઈ દેશાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટક, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા, ડો. પ્રદીપભાઈ ડવ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, દેવાંગભાઈ માંકડ, અતુલભાઈ પંડિત, કિરીટભાઈ પાઠક, RNSB ચેરમેન દિનેશભાઈ પાઠક, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, નીલેશભાઈ જલુ, શ્રીમતી જયશ્રીબેન ચાવડા, શ્રીમતી વર્ષાબેન પાંધી, વિનુભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, શ્રીમતી કીર્તીબા રાણા, શ્રીમતી દક્ષાબેન વાઘેલા, શહેર ભાજપના આગેવાન સહદેવ ડોડીયા, જે.પી. ધામેચા, હિરેન મૂંગપરા, જયેશભાઈ પંડ્યા, કેતનભાઈ વાઢાણી, સંદીપ અંબાસણા, પ્રવીણભાઈ પાઘડાર, પવનભાઈ સુતરીયા, જયંતીભાઈ નોંધણવદરા, કોંગ્રેસ પ્રદેશ અગ્રણી શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, મધુરમ હોસ્પિટલ ડો. હેમાંગભાઈ વસાવડા, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના અવધેશભાઈ કાનગડ, તથા વોર્ડના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થીત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો. કાર્યક્રમમાં બાળકોની કલાકળતિ નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ ખુબ જ રોમાંચ અનુભવેલ.
કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેનર વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર અને શિક્ષણ સમિતિના તમામ સદસ્યશ્રીઓના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ, કાર્યક્રમ ઈન્ચાર્જ હિતેન્દ્રસિંહ જાડેજા અને શાળા પરીવારે કાર્યક્રમની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગથી કાર્યક્રમને આગળ વધારેલ.
(3:15 PM IST)










