<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

શહેરના ૩૬ દુકાનદારો પાસેથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્તઃ ૧૦ હજારનો દંડ

જાહેરમાં ગંદકી કરનાર દંડાયા ફરી મનપાના સોલીડ વોસ્‍ટ શાખાનું ચેકીંગ શરૂ

રાજકોટ, તા. રપ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્‍તારમાં અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર  પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૨૧ થી ૨૨  એમ કુલ ૨ દિવસ દરમ્‍યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૩૬ પાસેથી ૧.૯૬૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૯૩૫૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના  માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:07 PM IST)