<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

કલેકટરનું ફરી બૂલડોઝર ધણધણ્‍યું: રૈયાધારમાં ૮૦ કરોડની જમીન ખૂલ્લીઃ ૩પ કાચા-પાકા મકાનો સાફ

ઘણા સમયથી દબાણ હતું: ૧૬ હજાર ચો.મી. જમીન ખૂલ્લી કરાવતા મામલતદાર અજીત જોષી : અનેક વખત નોટીસો છતાં જમીન ખાલી નહિ કરતા આખરે સવારથી ઓપરેશન હાથ ધરાયું

રૈયા સ.નો ૩૧૮ આશરે ૧૬૦૦૦ ચોરસ મીટર જમીન પર આવેલ આશરે ૩૦ થી ૩પ જેટલા કાચા પાકા ઝૂપડા અને મકાનોનું દબાણ ખુલ્લું કરાવવાની કામગીરી ચાલુ છે. માર્કેટ વેલ્‍યુ પ્રમાણે ૧૬૦૦૦ ચોરસ મીટર જમીનની અંદાજિત કિંમત ૮૦ કરોડ રૂપિયા થાય છે.

રાજકોટ તા. રપઃ છેલ્લા એક વર્ષમાં પ૦૦ કરોડથી વધુ સરકારી જમીન ખૂલ્લી કરાવનાર કલેકટરશ્રી પ્રભવ જોષીનું આજે બુલડોઝર ફરી વળ્‍યું હતું.

રાજકોટ શહેરના રૈયા ગામના સ્‍માર્ટ સિટી નજીક છેલ્લા કેટલાય સમયથી સરકારે જમીન પર બિનઅધિકૃત દબાણો કરવામાં આવ્‍યા હતા કલેકટરની સૂચના બાદ પヘમિ મામલતદાર શ્રી અજીત જોષીએ દબાણોને ધ્‍યાને લઇ બે થી ત્રણ જેટલી નોટિસો ફટકાર્યા છતાં પણ દબાણો દૂર ન કરતા આજે સવારથી જ પヘમિ મામલતદાર અજીત જોષીની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. કુલ ૮૦ કરોડની જમીન ઉપરથી દબાણ દૂર કરાયું હતું, કોર્પોરેશનના ગાર્બેજ સેન્‍ટરની પાછળ આ જમીન આવેલી છે.

રાજકોટ શહેરના રૈયા સર્વે નંબર ૩૧૮ આશરે ૧૬૦૦૦ ચોરસ મીટર જમીન પર આવેલ આશરે ૩૦ થી ૩પ જેટલા કાચા પાકા ઝૂપડા અને મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્‍યું હતું, માર્કેટ વેલ્‍યુ પ્રમાણે ૧૬૦૦૦ ચોરસ મીટર જમીનની અંદાજિત કિંમત ૮૦ કરોડ વધુ થવા જાય છે, જે જમીન આજે ખુલ્લી કરવામાં આવી હતી. મામલતદાર પヘમિ અજિત જોષી, સર્કલ ઓફિસર પાદરીયા તેમજ તલાટી મંત્રી, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ચૌધરી તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે આજે દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા, વીજ કનેકશનો પણ કાપી નખાયા હતા.

પヘમિ મામલતદારે જણાવ્‍યું હતું કે અજીત જોષીએ જણાવ્‍યું હતું કે દબાણ દૂર કર્યા બાદ હવે આગામી સમય ફરી એક વખત કોઇ દબાણ ન કરે તેમના માટે ખુલી કરાયેલી જમીન પર ફેન્‍સીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, તેમજ આ ઓપરેશન અંગે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે, અહિં ઘણા લાંબા સમયથી દબાણ હતું, મોટા ભાગના ભરવાડ તથા દેવીપૂજક સમાજના લોકો રહેતા હતા. (૭.ર૭)

(2:52 PM IST)