તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th March 2025
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી સુર સંગીતાલય,
રાજકોટ દ્વારા શાસ્ત્રીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન સંપન્ન થયું

રાજકોટઃ કલાપ્રેમી નગર રાજકોટમાં સંગીત ક્ષેત્રે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરતા સંગીત વિદ્યાલય સુર સંગીતાલય દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી તાજેતરમાં શાસ્ત્રીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન સેવા ભારતી ભવન, અમુલ ડેરી સર્કલ, આજી ડેમ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આ સંગીત મહોત્સવમાં સુવિખ્યાત પખાવજ વાદક ઈન્દોરના પૂ.ગો. ૧૦૮ શ્રી દિવ્યેશકુમારજી મહારાજશ્રીએ પખાવજ વાદન પ્રસ્તુત કરી સહુ સંગત પ્રેમી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓને હાર્મોનિયમમાં લહેરા સંગીત અમદાવાદના શ્રી શિષીરચંદ્ર ભટ્ટે આપી હતી. આ ઉપરાંત અમદાવાદના અગ્રીમ પંક્તિના કલાકાર શ્રી શિષીરચંદ્ર ભટ્ટે જલતરંગ વાદન પ્રસ્તુત કર્યુ હતું તેમને પખાવજમાં સંગત અમદાવાદના પૂ.ગો.૧૦૮ શ્રી રસિકપ્રિતમજી મહોદયશ્રી તેમજ હાર્મોનિયમમાં સંગત અમદાવાદના શ્રી અકુલ પંચાલ અને તબલા સંગત રાજકોટના શ્રી ભાર્ગવ જાની એ આપી વાતાવરણને સુર અને લય ભીનું બનાવી દીધું હતું. રાજકોટના સંગીત ગુરુ અને સુર સંગીતાલયના સંચાલક શ્રી કિરીટભાઈ રાજપરાએ શાસ્ત્રીય ગાયનમાં રાગ બાગેશ્રીમાં બડા ખ્યાલ અને છોટા ખ્યાલની પ્રસ્તુતિ કરી વાતાવરણ સુરમયી બનાવી દીધું હતું. તેઓ સાથે ગાયનમાં શ્રી કમલ રાજપરા તેમજ હાર્મોનિયમમાં શ્રી અકુલ પંચાલ અને તબલામાં શ્રી ભાર્ગવ જાનીએ સંગત કરી હતી.
આ સુર લય ભીના કાર્યક્રમમાં પૂ.ગો.૧૦૮ શ્રી વિશાલકુમારજી મહારાજશ્રી, પૂ.ગો.૧૦૮ શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી, પૂ.ગો.૧૦૮ શ્રી રત્નેશકુમારજી મહોદય શ્રી, પૂ.ગો.૧૦૮ શ્રી ગોપેશરાયજી મહારાજશ્રી, પૂ.ગો. ૧૦૮ શ્રી રમણેશકુમારજી મહોદયશ્રી, પૂ.ગો. ૧૦૮ શ્રી રશેશકુમારજી મહોદયશ્રી અને પૂ.ગો.૧૦૮ શ્રી વેદાંગકુમારજી મહોદયશ્રી અને પૂ.ગો.૧૦૮ શ્રી અવતાંશકુમારજી મહોદય શ્રી તેમજ પૂ.શ્રી વિશાલબાવાના બંને બેટીજી (રાજા) અને અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતી રહી હતી. રાજકોટના સંગીત પ્રેમીઓ અને વૈષ્ણવો એ મોડી રાત્રિ સુધી લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સુર સંગીતાલયના સંગીતગુરુ કિરીટભાઈ રાજપરા, કમલ રાજપરા, રાજુભાઈ કાત્રોડીયા, રાજુભાઈ ફીચડીયા, રાજુભાઈ કવા, શ્રી ધરવભાઈ ઝીંઝુવાડીયા, હર્ષભાઈ લંગાળીયા, મનીષભાઈ કાલેરીયા, પરેશભાઈ જનાણી, મેહુલભાઈ ભગત, અરવિંદભાઈ પાટડીયા, હરેશભાઈ રાજપરા, જયદીપ રાજપરા, કલ્પેશભાઈ માંડલિયા અને અન્ય સભ્યો એ જહેમત ઉઠાવી હોવાનું જણાવાયું છે.
(2:44 PM IST)










