<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ફરસાણની દૂકાનમાં ચોરી કરનાર નામચીન દશરથ ઉર્ફ દસ્‍તો હતોઃ પોલીસે દબોચ્‍યો

અગાઉ ચોરી સહિતના ડઝન ગુનાઓમાં રૈયાધારનો શખ્‍સ સામેલ :માલવીયાનગર ડી. સ્‍ટાફના અજયભાઇ વિકમા, ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ ગજેરા અને ટીમે પકડી રોકડ-રિક્ષા કબ્‍જે કર્યા

રાજકોટ તા. ૨૫: શહેરના ગુરૂપ્રસાદ ચોક સિતારામ ડેરી સામે બાલાજી ભવાની ફરસાણ નામની દુકાને આવેલો રિક્ષાચાલક ગઠીયો વેપારી દુકાનમાં કામમાં વ્‍યસ્‍ત હતાં ત્‍યારે થડામાંથી રોકડ ચોરી ભાગી ગયો હતો. સીસીટીવી ફુટેજમાં આ ઘટના કેદ થઇ હતી. કલાકોમાં માલવીયાનગર પોલીસે ભેદ ઉકેલી આ ચોરીમાં નામીચા શખ્‍સ દશરથ ઉર્ફ દસ્‍તો ગભુભાઇ જોગરાણા (ઉ.વ.૩૦-રહે. રૈયાધાર, દ્વારકાધીશ પાન પાસે, સ્‍લમ ક્‍વાર્ટર, મુળ થાનગઢ)ને દબોચી લઇ રોકડા પાંચ હજાર અને જીજે૦૩એડબલ્‍યુ-૭૨૬૪ નંબરની રિક્ષા કબ્‍જે કરી છે. આ શખ્‍સ અગાઉ ડઝન જેટલા ચોરી સહિતના ગુનામાં પકડાઇ ચુક્‍યો છે.

ચોરીનો બનાવ દાખલ થતાં જ ડી. સ્‍ટાફની ટીમ હરકતમાં આવી હતી. હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવીએ ફુટે જોતાં જ તે રીઢા શખ્‍સને ઓળખી ગયા હતાં. બાતમીદારો મારફત વિગત મેળવી દશરથ ઉર્ફ દસ્‍તાને મવડી ફાયર બ્રિગેડના ખુણા પાસેથી દબોચી લીધો હતો. પુછતાછ થતાં તેણે ચોરી કબુલી હતી. ચોરેલી રોકડ વાપરે એ પહેલા પકડાઇ ગયો હતો. દશરથ ઉર્ફ દસ્‍તો અગાઉ ગાંધીગ્રામ, પ્ર.નગર, આજીડેમ, માલવીયાનગર, ડીસીબી, બી-ડિવીઝન, યુનિવર્સિટી પોલીસમાં ચોરીઓ, સહિત ૧૨ ગુનામાં સડોવાઇ ચુક્‍યો છે. મોજશોખ માટે ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરા, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. અજયભાઇ વિકમા,  દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, મનિષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૭)

(2:20 PM IST)