તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th March 2025
ચુનારાવાડના શોૈચાલય પાસેથી અર્ધબેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધ
સારવાર વખતે પોતાનું નામ રાજુભાઇ કડીયા કહ્યું હતું: સગા પરિચીત હોય તો થોરાળા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૮: શહેરના ચુનારાવાડ શેરી નં. ૪/૫ના ખુણે આવેલા જાહેર શોૈચાલય નજીક એક વૃધ્ધ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. થોડા ભાનમાં હોઇ પોતાનું નામ રાજુભાઇ કડીયા અને ઉમર ૬૫ વર્ષ હોવાનું કહ્યું હતું. જો કે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયો અથવા બિમારીથી મૃત્ય ુથયાની શક્યતા છે. જો કે આ વૃધ્ધના વાલીવારસ મળી આવ્યા નથી. તે મજબુત બાંધાના છે, શરીરે લાલ-મરૂન રંગનો આખી બાંહનો શર્ટ અને લાલ ગીં, આછા લીલા કલરનું પેન્ટ પહેર્યુ છે અને હિન્દુ જ્ઞાતિના છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો થોરાળા પોલીસ સ્ટેશન મો. ૮૩૫૯૬ ૨૯૮૭૧ અથવા પીએસઆઇ એચ. ટી. જીંજજાળા ૯૪૦૮૪ ૫૫૩૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
(3:25 PM IST)










