તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 13th March 2025
લોકોનો અવાજ બનતા કોર્પોરેટર નેહલ શુકલ
બાંધકામ-પ્લાન પાસ તેમજ ટેન્ડર વગર વધુ રકમની ફાળવણી કેટલી થઇ : જનરલ બોર્ડમાં પ્રશ્નો પુછતા મલાઇદાર પદ ધરાવતા આગેવાનોમાં દોડધામ

રાજકોટ તા. ૧૩: મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી દરમિયાન વિપક્ષો દ્વારા શાસકપક્ષ દ્વારા કરવામાં આવેલા વાંધા વચકા વાળા કામો તેમજ લોકોને ઉપયોગી હોય અને મુશ્કેલી પડતી હોય તેવા કામો અંગેના પ્રશ્નોપુછવામાં આવતા હોય છે. શાસકપક્ષના સભ્યો દ્વારા કરેલા કામોની વાહ વાહી મેળવવાનો પ્રયાસ થતો હોય તેવા પ્રશ્ન્નો પુછી બોર્ડનો સમય પસાર કરવામાં આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનના શાસકપક્ષનારાજકારણમાં ઉદ્્ભવેલ અસંતોષ ફરી સપાટી ઉપર આવ્યો છે. બોર્ડના પ્રશ્નોતરીના સમય પૂર્ણ થવા પહેલા કોર્પોરેટર નેહલ શુકલ દ્વારા પ્રજાહિતના બાંધકામ પ્લાન તથા ક્મપ્લીશન અને ટેન્ડર અંગેની વિગતો માંગતા મનપા લોબીમાં તરોહતરેહની ચર્ચા જાગી છે.
આગામી જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગના સભ્યો નેહલભાઈ શુકલ દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. જે મુજબ તારીખ ૧.૪.૨૦૨૪. થી ૧૦.૩.૨૦૨૫ સુધીમાં કેટલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્લાન મંજૂરી માટે ઇનવર્ડ થયા છે? અને તે પ્લાનમાંથી કેટલા મંજૂર કરવામાં આવ્યા છે? તેમાંથી કેટલા પ્લાનને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? અને કેટલા પ્લાન પેન્ડિંગ છે? તે માહિતી ક્વાર્ટરલી બેઝ ઉપર જમીન માલિકોના નામ સાથે ઝોન વાઈસ પ્લાન ઇન વર્ડ થયા તારીખ, મંજુર થયાની તારીખ, કમ્પ્લીસનની તારીખની સંપૂર્ણ માહિતી સાથેની વિગતો આપવી.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માં કુલ જેટલા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય અને તેમાં નિયમ અનુસાર ની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એલ ૧ બીડર કે એચ ૧ બીડરને તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા દરેક ટેન્ડરની સંપૂર્ણ વિગત, એટલેકે જે તારીખે ટેન્ડર ખુલ્યું હોય તે તારીખ અને એલ ૧ કે એચ ૧ બીડરના નામ સાથે ની અને રકમ સાથેની તેમજ કામના પ્રકારની વિગતો આપવી અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫ માં સ્થાયી સમિતિ દ્વારા જે કામની ખર્ચની રકમ મંજુર કરવામાં આવી છે તે મંજુર થયેલ રકમ કરતા ૧૦% થી વધુ ખર્ચ વધતો હોય તેવા દરેક ટેન્ડરની મંજુર થયેલ બીડરનું નામ અને બીડરને વધારાની કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે કે ચુકવવાની બાકી છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી માંગવામાં આવી છે. આ માહિતી આવ્યા બાદ નેહલ શુકલ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે તે તરફ પણ સૌની મીટ મંડાઈ છે.
સભ્યએ સમય મર્યાદામાં
જ પ્રશ્નો મુકયા છે : મેયર
રાજકોટ : જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી મુકવા માટે વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરોને સમય આપવામાં આવતો હોય છે. જેમાં આગામી જનરલ બોર્ડનો પ્રશ્નોતરીનો સમય મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યુ ચેરમેન સંકલનમાં પ્રશ્નો મુકાયા બાદ કોઇ શાસકપક્ષના કોર્પોરેટર પ્રશ્ન પુછયું હોય તેવું પ્રથમ વાર બન્યુ હોવાની ચર્ચા જાગતા મેયર નયનાબેન પેઢડિયાએ જણાવેલ કે નેહલભાઇ શુકલ પ્રશ્નોતરીમાં તેમનું નામ હોય અને બહારગામથી આવીને સમય મર્યાદામાં જ સાંજે પ્રશ્ન મુકવામાં આવ્યો છે. અને નિયમ મુજબ જ પ્રશ્નોતરીમાં સામેલ કરવામાં આવ્યો છે. આમ નિયમનું કોઇ ઉલ્લંધન થયું નથી.
(4:35 PM IST)










