તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th March 2025
૨૩મીએ ઓપન ગુજરાત રેપીડ ચેસ ટૂર્નામેન્ટ
અન્ડર ૭ થી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લેશે, ૨૮ ટ્રોફી અને ૪૨ મેડલ વિજેતા ખેલાડીઓને અપાશેઃ ૨૧મી સુધીમાં નામ નોંધાવી દેવા

રાજકોટઃ બુધ્ધીમતાની શ્રેષ્ઠ રમતોમાં જે રમત શ્રેષ્ઠ ગણાય છે તેવી ‘ચેસ'ની રમતનું ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં વિશેષ અન્ડર-૭, ૯, ૧૧, ૧૩, ૧૫ બોયઝ અને ગર્લ્સ આવેલ છે. વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા એચવાયકેજે ચેસ એકેડમી રાજકોટ દ્વારા આયોજીત ચેસ ટુર્નામેન્ટ આગામી તા.૨૩ને રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી રેલ્વે લોકો કોલોની કોમ્યુનિટી હોલ, મારૂતિનંદન હનુમાનજી મંદિર પાસે, જામનગર રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટ માટે ભામાભાઇ કેશવાલા હિન્દુસ્તાન પ્રોજેક્ટ તથા રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ) વાવડી- ઉપાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, મુકેશભાઇ ભટ્ટ, જે.વી.શાહ -રીટાયર્ડ આર.ટી.ઓ. સુરેશભાઇ મારૂનો સહયોગ હોવાનું યાદીમાં જણાવાયું છે. આ ટૂર્નામેન્ટ સ્વીસલીગ પધ્ધતિથી છ રાઉન્ડમાં રમાડવામાં આવશે. ભાગ લેનારે દરેક ખેલાડીઓએ પોતાનો ચેસ સેટ ફરજીયાત અને ચેસ ક્લોક જો હોય તો લાવવાની રહેશે. આરબીટરનો નિર્ણય આખરી ગણવામાં આવશે. કુલ રૂ.૧૫ હજારના કેસ પ્રાઇઝ ઇનામો તથા ૨૮ શિલ્ડ ટ્રોફી અને ૪૨ મેડલ્સ વિજેતા થયેલ ખેલાડીઓને પારિતોષીક રૂપે આપવામાં આવનાર છે. આ ચેસ ટુર્નામેન્ટના મુખ્ય ઓર્ગેનાઇઝર કિશોરસિંહ જેઠવા તથા એચવાયકેજે ચેસ એકેડમી રાજકોટ દ્વારા આયોજન થનાર હોવાનું યાદીમાં જણાવાયું છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને લંચની વ્યવસ્થા આયોજક તરફથી સ્થળ પર જ વિનામૂલ્યે રાખવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે નિખિલભાઇ જોષી- ઝોનલ સેક્રેટરી વેસ્ટર્ન એમ્પેલોઇઝ યુનિયન, મયુરભાઇ ગઢવી- સેક્રેટરી, ઘનશ્યામસિંહ જાડેજા ડાયરેકટર જેસી બેંક, કિશોરસિંહ જેઠવા, રમેશભાઇ જોષી, કિરીટસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રવિણભાઇ ત્રિવેદી, મોહનભાઇ વાંક, એન્થોની સોલોમન અને વેસ્ટર્ન રેલ્વે યુનિયરનની પુરી ટીમ તથા એચવાયજેકે ચેસ એકેડમી રાજકોટ ચેસની તમામ એકેડમીની પુરી ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.
આ ટુર્નામેન્ટની એન્ટ્રી તથા વધુ જિગત માટે તા.૨૧ સુધીમાં કિશોરસિંહ જેઠવા-૯૯૨૫૨ ૪૮૨૫૧, વિશાલભાઇ સોલંકી-૯૯૨૪૨ ૦૮૬૬૮, હર્ષદભાઇ ડોડીયા-૯૮૭૯૬ ૯૪૯૩૬, જયભાઇ ડોડીયા-૯૨૭૬૮ ૩૫૧૧૪, મનીષભાઇ પરમાર- ૯૮૨૫૧ ૧૨૨૨૯, મહેશભાઇ ચૌહાણ- ૯૭૨૪૯ ૮૮૧૯૮, પંકજભાઇ પંચોલી-૮૨૦૦૨ ૮૧૨૨૫, રમેશભાઇ જોષી- ૯૭૨૬૧ ૩૧૯૪૬ ગેસ્ફોર્ડ ચેસ ક્લબ, ત્રિકોણ બાગ પાસે સંપર્ક કરવો.
ગુજરાતના નામાંકિત ઇન્ટરનેશનલ રેટેડ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હોય આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અને જોવા માટે ચેસ રસિકોમાં ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. ચીફ આર્બીટર તરીકે જય ડોડીયા સેવા આપશે
(3:14 PM IST)










