<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજકોટ જિલ્લામાં ૭૯ ગામોમાં નવા પંચાયત ઘર અને તલાટી આવાસ બનાવવા માટે મંજૂરી

રાજકોટ તાલુકાના ખોખડદડ, હડાળા, ગઢકા, સણોસરા, પરાપીપળિયા, નાકરાવાડી વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ૧ર :.. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ જિલ્લાની ૭૯ ગ્રામ પંચાયતોમાં પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે સૈધ્‍ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએથી આગળની કાર્યવાહી થશે.

સીડીપી-પ હેઠળ સૈધ્‍ધાંતિક મંજૂરી પાત્ર ગામોમાં રાજકોટ તાલુકાના ખોખડદડ, વિજયનગર, હડાળા, પરાપીપળીયા, હડમતીયા (ગો), ભાયસર, ગઢકા, હડમતિયા બેડી, જાળિયા, ધમલપર, લોધિડા, રાજસમઢીયાળા, નાકરાવાડી, લીલી સાજડીયાળી, સર, સણોસરા, સૂર્યારામપરા, ભગડા, રાણપુર, કોટડાસાંગાણી તાલુકાના દેવળિયા, નારણકા, ખોખરી, વાદીપરા, ઉપલેટાના અરણી, જસદણ, તાલુકાના ચિતલિયા, ઝૂડાળા, જીવાપર, બરવાળા, કુંદડી, રાજાવડલા, લોધિકા તાલુકાના ચીભડા, પીપળિયા પાળ, ઢોલરા, ધૂળિયા દોમડા, દેવડા, વીંછીયાના પાટીયાળી, પડધરી તાલુકાના હડમતિયા જંકશન, નવી ચણોલ, જેતપુરના પ્રેમગઢ, જાંબુડી, કંડોરણા તાલુકાના થોરડી, સાતોદડ, નાનાભાદરા, તરવડા, ગોંડલ તાબેલા ખડવંથલી, ખાંડાધાર, જામવાડી, માંડણકુંડલા, શેમળા, અનિડા ભાલોડી, ધુડસિયા વગેરે ગામોનો સમાવેશ થાય છે.

પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ સરકાર દ્વારા નકકી થયેલ ટાઇપ, ડીઝાઇન મુજબનું બનાવવાનું રહેશે. સૈધ્‍ધાંતિક મંજૂરી ગામની વસ્‍તી પ્રમાણે પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસની નિયત કરેલ યુનિટ કોસ્‍ટની મર્યાદામાં તાંત્રીક મંજૂરી પ્રમાણેનું જ અનુદાન મળવાપાત્ર રહેશે.

પંચાયત ઘર વિહોણી ગ્રામ પંચાયતના મકાન મંજૂરી આપતા પહેલા ટીડીઓએ સંબંધિત સ્‍થળની મુલાકાત લઇ ખાત્રી કરી લેવાની રહેશે. આ અગાઉ મનરેગા હેઠળ અથવા અન્‍ય યોજના હેઠળ આ ગામો લેવાયેલ નથી તેથી ખરાઇ કરવાની રહેશે.

નવીન પંચાયત ઘર કામ તલાટી મંત્રી આવાસ બાંધકામ માટે જમીનની ઉપલબ્‍ધતાની ચકાસણી કરી લેવાની રહેશે.

તાલુકા દ્વારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ બનાવવાની આપેલ માહિતી પ્રમાણે દરેક ગ્રામ પંચાયત ઘરના અંદાજો યુનિટ કોસ્‍ટની મર્યાદમાં ગ્રાન્‍ટનો ઉપયોગ માર્ગ અને મકાન (પંચાયત વિભાગ) એ કરવાનો રહેશે.

સૈધ્‍ધાતિક મંજૂરી મળ્‍યા બાદ જે કિસ્‍સામાં ગ્રામ પંચાયતે આવા જર્જરીત થયેલા મકાનને જમીનદોસ્‍ત કરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. તેમજ તેના કાટમાળને સરકારશ્રીએ જાહેર હરાજીથી નિયત કરેલ પધ્‍ધતિથી નિકાલ કરવાનો રહેશે. માર્ગ અને મકાન (પંચાયત વિભાગ)ને તાત્‍કાલીક અસરથી જમીન ખાલી કરીને આપવાની રહેશે. ત્‍યારબાદ જ ટેન્‍ડરની કાર્યવાહી કરવાની રહેશે. તેમ શરતમાં જણાવાયું છે.

(11:39 AM IST)