<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

શહેરમાં ટાઇફોઇડ-કમળાનો કહેરઃ ૭ કેસ

મચ્‍છરજન્‍ય રોગચાળા ડેન્‍ગ્‍યુના બે દર્દી મનપાના ચોપડે નોંધાયા શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્‍ટીના ૧૯૮૯ કેસઃ પ૮૯ ઘરોમાં ફોગીંગ તથા ર૦રપ૩ ઘરોમાં પોરાનાશક કામગીરી સાથે મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૭૪ને નોટીસઃ આરોગ્‍ય શાખાની કાર્યવાહી

રાજકોટ તા.૦૩: શહેરમાં  મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુનો એક તથા શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૯૮૯ થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં મીશ્ર ઋતુમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૩ માર્ચ થી તા. ૯ માર્ચ  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૨ કેસ

છેલ્લા  સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના  બે કેસ નોંધાયા  છે. જયારે ચિકનગુનીયા  તથા મેલેરીયાના કેસ નોંધાયો નથી.  

શરદી-તાવના

૧૯૮૯થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૦૧ તેમજ સામાન્‍ય તાવના ૬૩૯ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ રર૯ કુલ ૧૯૮૯ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.  જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૯રપ૪ તેમજ સામાન્‍ય તાવના ૭૭૮૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૭ર૧  તથા ટાઇફોડના રર તેમજ કમળાના ૧૦ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૯૧ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ર૦રપ૩  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા પ૮૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૧૬૭ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૭૪ᅠલોકોને નોટીસ પાઠવી હતી.

(4:40 PM IST)