તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 10th March 2025
મને ખુબ સહકાર મળેલ, કોઇને મારી કાર્ય પધ્ધતિ સામે વાંધો હોય શકે
થોડા સા થક થક જાતા હું અબ મૈ, ઇસલીએ (બહોત) દુર નિકલના છોડ દિયા હૈ, પર ઐસા ભી નહિ થા કી ‘અબ મૈને ચલના હી છોડ દિયા હૈ..' : મુકેશ દોશી કહે છે કોંગ્રેસના બારોટ-જાડેજા સાથે મારે રપ વર્ષથી વ્યકિતગત-વ્યવસાયિક સબંધ છે, તેને મેં રાજકારણ સાથે જોડેલ નહિ

રાજકોટ, તા. ૧૦: આજે શહેર ભાજપના નવા પ્રમુખ શ્રી માધવ દવે સાથે અકિલાની મુલાકાતે આવેલા પુર્વ પ્રમુખશ્રી મુકેશ દોશીએ તેમની સામેના આંતરિક અસંતોષ અંગે પોતાનો મત વ્યકત કર્યો હતો.
શ્રી મુકેશ દોશીએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે પાર્ટીએ મને પ્રમુખ તરીકે જવાબદારી સોપી આભારી બનાવેલ મેં સૌને સાથે લઇને ચાલવાનો પ્રયાસ આગેવાનો અને કાર્યકરોએ મારા કાર્યકાળમાં ખુબ સહકાર આપેલ છતે બધાનો હું આભાર માનું છું. મેં દરેક કાર્યક્રમમાં અપેક્ષીત તમામ શ્રેણીના કાર્યકરોને સુચના-નિમંત્રણ મળે તેવી વ્યવસ્થા ગોઠવેલ પાર્ટીના બધા કાર્યક્રમો સૌના સહકારથી ખુબ સફળ થયેલ મેં નિષ્ઠાથી ફરજ નિભાવેલ છતા કોઇને મારી કાર્યપધ્ધતિ ન ગમી હોય અને તે અંગે પાર્ટીમાં રજુઆત કરી હોય તે તેમનો અધિકાર છે. ભાજપ પરિવાર ખુબ વિશાળ બની ગયો છે ત્યારે કયાંક કોઇને અણગમો હોય શકે છે.ે પાર્ટીએ જે નિર્ણય કર્યો તે મને શિરોમાન્ય છે. માધવ દવે પ્રમુખ તરીકે ખુબ સફળ થાય તેવી શુભેચ્છા છે. પાર્ટી તરફથી મને જે જવાબદારી સોપવામાં આવશે તે હું નિભાવીશ.
મુકેશ દોશીએ કોંગ્રેસ સાથેના સબંધ અંગેના પ્રશ્નના ઉતરમાં જણાવેલ કે નિદત બારોટ અને હરદેવસિંહ જાડેજા સાથે મારે રપ વર્ષથી પારીવારીક અને વ્યવસાયીક સબંધ છે. મેં કયારેય રાજકીય રીતે તે સબંધોને જોડયા નથી સંપુર્ણ ભાજપને વફાદાર રહીને કામ કર્યુ છે.(૬.૧૬)
(3:22 PM IST)










