News of Monday, 10th March 2025
મનપા પીપીપીના નામે નાના માણસોના મકાન ન તોડેઃ કોંગ્રેસ મેદાને
ડિમોલેશન પહેલા જગ્યા ફાળવવા સહિતના પ્રશ્ને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને રજુઆત

રાજકોટ તા.૧૦: શહેરમાં ઝુંપડપટ્ટીઓ દુર કરી તેના સ્થાને પીપીપી ધોરણે પ્રોજેકટ તૈયાર કરી અસરગ્રસ્તોને આ સ્થળ ઉપર જ આવાસ યોજના તૈયાર કરી આવાસ ફાળવવામા આવતી હોવાની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે મકાન ન તોડવા તથા વૈકલ્પિક જગ્યા ફાળવવા સતિહના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મ્યુ.કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી.
શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, પોતાના ઘરોમાં રહેતા લોકોએ વીસ પચ્ચીસ વારની જગ્યા પર રહેતા ઝૂંપડપટ્ટી વાસીઓને પોતાના અધિકાર માટે હેરાનગતિ ન કરવી. આપ આઈએએસ અધિકારી છો ભાજપની ભ્રષ્ટાચારી ભૂખને આધીન ન રહો એવી આપની પાસે અપેક્ષા છે પીપીપી યોજનામાં પોતાની કાયદેસરની મિલકતને ભાજપની સરકારે નિયમો બનાવી અને અનિચ્છાએ પણ આપવી પડે એવી પીપીપી યોજનામાં જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર પણ ન જઈ શકે અને પોલીસ પણ કાયદાની દ્રષ્ટિએ ન જઈ શકે પરંતુ બિલ્ડરોની સાથે મિલીભગતથી સત્તાનો દુરુપયોગ કરી લોકોના મકાન પાડવાની પણ કોર્પોરેશન વ્યવસ્થા કરે છે.
કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવેલ કે, વર્ષો પહેલા ગરીબ પરિવારોને ૨૫ વારીયા પ્લોટ આપવામાં આવેલ જેના ઉપર બાંધકામ ન થયેલ હોય આજે આ પ્લોટ શહેરની મધ્યમાં આવી જતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના લીધે આ પ્લોટને પીપીપી યોજના હેઠળ મુકી ગરીબો પાસેથી છીનવી બિલ્ડિરોને મોટો લાભ કરાવવામાં આવી રહયાનો આક્ષેપ કર્યો હતો.
આ રજુઆતમાં ઇન્દ્રનીલભાઇ રાજગુરુ, અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, રહીમભાઈ સોરા, અશોકસિહ વાઘેલા, નયનાબા જાડેજા, કળષ્ણદતભાઇ રાવલ, ભાવેશભાઈ બોરીચા, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, ઘનશ્યામસિંહ જાડેજા, રાજેશભાઈ ભૂત, ગૌરવભાઈ પુજારા, મનીષાબા વાળા, મયુરભાઈ શાહ, પ્રણવભાઈ પટેલ, સંજયભાઈ લાખાણી, શાંતાબેન મકવાણા, રવજીભાઈ ખીમસુરીયા, વિક્રમભાઈ સોલંકી, હરેશભાઈ ભારાઈ, સલીમભાઈ કારિયાણી, નિર્મળભાઈ મારુ, જેન્તીભાઈ હિરપરા, મિલિંદભાઈ પરમાર, જીગ્નેશભાઈ બોરડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૨.૨૦)
(3:21 PM IST)










