<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

સ્‍માર્ટ મીટર ફરજીયાત નહી કરવા કલેકટરને આવેદનઃ લોકોમાં ભારે ડર છેઃ રજૂઆત

સોલાર પેનલનો લાભ લેવા ઈચ્‍છતા લોકો પણ મીટર લાગી જવાના ડરથી લાભ લેતા નથી

રાજકોટ, તા.૧૦: આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવી માંગણી કરી હતી. આવેદનમાં જણાવેલ કે સ્‍માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્‍શન લઇ રહેલા ગ્રાહકો તેમજ શોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્‍યાં ફરજિયાત સ્‍માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્‍છતા ઘણા લોકો સ્‍માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્‍માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ખાસ કરીને સ્‍માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે.  સૌથી મહત્‍વની વાત એ પણ છે કે ભવિષ્‍યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્‍માર્ટ મીટરના કારણે જ શકય બને છે. સ્‍માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્‍યા હોય એવી રાહ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્‍ડિંગ પણ છે. વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્‍સ રિચાર્જ સિસ્‍ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્‍ટ પેઇડ સિસ્‍ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્‍ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુલ થઈ જશે એ પણ નક્કી જ છે.

 GUVNL ની અંડરમાં આવતી વીજકંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્‍માર્ટ મીટરનો આગ્રહ રાખ્‍યો નથી ઉલ્‍ટનો તમામ લોકોએ વિરોધ કર્યો છે તો પણ બળજબરી પૂર્વક સ્‍માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્‍નો થઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપ સાહેબ ને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ જે સાદા મીટર હતા. જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્‍યવસ્‍થિત ચાલે છે તો એજ સાદા મીટર રાખવામાં આવે અને સ્‍માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ. અમે ગુજરાતની જનતા વતી અપીલ કરીએ છીએ.

(3:12 PM IST)