<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

શહેર ભાજપ પ્રમુખપદે વિધિવત ડો. માધવ દવેની નિયુકિત જાહેર થતા પત્રકાર પરિષદ સંબોધી :સૌનો આભાર વ્‍યકત કર્યો

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા મહાનગરના અધ્‍યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે અન્‍વયે જાહેર થયેલ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ ડો. માધવભાઇ દવેએ પત્રકાર પરિષદ સંબોધી પક્ષના વરિષ્‍ઠ મોભીઓ અને માતા-પિતા તથા સંકળાયેલા સૌકોઇનો આભાર વ્‍યકત કર્યો હતો. આ સમયે તેમની સાથે પૂર્વ રાજમંત્રી અને રાજકોટના ચુંટણી અધિકારી ડો. માયાબેન કોડનાની, શહેર ભાજપ પૂર્વ અધ્‍યક્ષ મુકેશભાઇ દોશી, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપના પૂર્વ અધ્‍યક્ષ કમલેશભાઇ મીરાણી, મહામંત્રીઓ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર, કોષાધ્‍યક્ષ મયુરભાઇ શાહ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેશભાઇ ઢોલરીયા તથા અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તે સમયની તસ્‍વીરો અહીં નિહાળી શકાય છે.

(4:00 PM IST)