તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પ્રદેશની લીક યાદી મુજબ જ ઘોષણા : માધવ દવે એ ધુરા સંભાળી :રાજકોટ શહેર ભાજપને મળ્યા નવા અધ્યક્ષ
‘માધવ' મધુવન નહિ કમલમમાં : શહેરના નવા પ્રમુખ માટે શુભેચ્છાની ખુશ્બુ મહેકાવતા અગ્રણીઓ

રાજકોટ : ગુજરાતમાં ભાજપના સંગઠન પર્વમાં અંતે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગીનું ચોઘડીયું આવતા જ રાજયભરમાં પ્રદેશ કલ્સ્ટર પ્રભારી દ્વારા ગઇકાલે સવારથી જ તેમના ફાળવાયેલા જિલ્લા અને મહાનગરમાં પહોંચી ગયા હતા અને એક બાદ એક જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોની જાહેરાત થવા લાગી હતી ત્યારે ગઇકાલ મોડી સાંજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે માધવ દવે (મો. નં. ૯૮રપ૩ પપ૮૦૭)નું નામની જાહેરાત કરવામાં આવતાની સાથે ઉપસ્થિત આગેવાનો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસાવવામાં આવ્યો હતો. તે વખતની ઉપસ્થિત તસ્વીરમાં માધવ દવેને રાજકોટ શહેર અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાની સાથે જ મયંકભાઇ નાયક, ડો. માયાબેન કોડનાની, પ્રકાશભાઇ સોની, ભરત બોધરા, ઉદય કાનગડ, કમલેશ મીરાણી, મુકેશ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલીયા, નયનાબેન પેઢડીયા, જયમીન ઠાકર, નીલેશ જલુ, અશ્વીન ભોરણીયા, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, હાર્દિક ગોહેલ તથા રાજાભાઇ જાડેજા સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી. જે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૯.૧૬)
રાજકોટ, તા. ૭ : પ્રદેશ ભાજપે અલગ-અલગ શહેર જિલ્લાના પ્રમુખોની કાલે જાહેરાત કરી હતી. ગઇકાલે સાંજે રાજકોટ શહેરના અધ્યક્ષના નામ માટે સંકલનની બેઠક મળી હતી. અને ૧૦ મીનીટ બાદ આમંત્રિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રમુખપદે માધવ દવેનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર સંગઠનના ચૂંટણી અધિકારી અને રાજયસભાના સાંસદ મયંકભાઇ નાયક તથા પ્રદેશ ભાજપના આગેવાન ડો. માયાબેન કોડનાની બંધ કવરમાં ગત સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને સંકલન બેઠક બાદ તેમની ઉપસ્થિતિમાં પત્રના નિયમ મુજબ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે માધવ દવેના નામનો પ્રસ્તાવ શહેર પ્રમુખ મુકેશ દોશીએ મુકયો હતો. અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા તથા કિરણબેન માંકડિયાએ તેનો ટેકો આપ્યો હતો. તે સાથે જ સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે માધવ દવેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા સસ્પેશન્સ વચ્ચે ગઇકાલ બપોરે પ્રદેશની યાદી સોશ્યલ મીડીયામાં લીક થઇ ગઇ હતી અને આ યાદીમાં ડો. માધવ દવેના નામનો સમાવેશ હતો. પરંતુ સત્તાવાર યાદી ન હોવાથી સમર્થન મળ્યુ ન હતું ત્યારે ગઇકાલ સાંજે પ્રદેશની સુચના અને માર્ગદર્શન મુજબ શહેરના ચૂંટણી અધિકારી મંયક નાયક, ડો. માયાબેન કોડનાનીએ કવર ખોલતા શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશી રીપીટ અથવા તેમની જગ્યાએ કશ્પય શુકલ, દેવાંગ માંકડ, અશ્વિન મોલિયા સહિતના નામો ચર્ચામાં હતા.
પ્રમુખપદ માટે જયારે ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે શહેર ભાજપમાંથી મહિલા સહિત ૩૩ આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવેનું નામ જાહેર થયું હતું.
ડો. માધવ દવે રાજકોટમાં જિલ્લા મહામંત્રી તરીકે અને અગાઉ યુવા મોરચાના જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ગયા છે. અને તેઓ મહાનગરમાં મહામંત્રીની ફરજ બજાવતા હતા. (
શહેર ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત ‘સીંહ' રાશીનું પ્રભુત્વ
રાજકોટઃ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે માધવ દવેનું નામ જાહેર થતાની સાથે જ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત ‘સીંહ' (મ.ટ.) રાશીના વ્યકિતની નિમણુંક કરવામાં આવી છે. આ પહેલા શહેર ભાજપ પ્રમુખ પદે મુકેશ દોશી હતા. આમ સતત બીજી વખત શહેર ભાજપ પ્રમુખ પદે ‘સીંહ' રાશી પર કળશ ઢોળવામાં આવ્યો છે.
સંગઠન નિમણૂંકમાં પણ વોર્ડ નં.૨ એ બાજી મારી
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તરીકે વોર્ડ નં. ૨ ના રહેવાસી અને મતદાર એવા માધવ દવેની નિમણુંક કરવામાં આવી છે શહેર ભાજપના ગણગણાટ મુજબ વોર્ડ નં. ૨ નો દબદબો સંગઠનમાં પણ જોવા મળી રહયો છે. કેમ કે વિધાનસભા- ૬૯ ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ વોર્ડ નં. ૨ ના કોર્પોરેટર છે અને તેઓ પણ આજ વોર્ડમાં નિવાસ ધરાવે છે. તેમજ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વોર્ડ નં.-૨ ના રહેવાસી છે. જયારે શાસકપક્ષના દંડક વોર્ડ નં. ૨ મોભી ચૂટાયેલ પ્રતિનિધી છે. મનિષભાઇ રાડીયા જેઓનો નિવાસ વોર્ડ નં. ૮ ના વિસ્તારમાં છે. આમ ચૂંટાયેલા પ્રતિનિધી સાથે સંગઠનમાં પણ વોર્ડ નં. ૨ નો દબદબો જોવા મળ્યો છે. (૩.૧૯)
(૪.૩૩)૯.૧૩)

(3:59 PM IST)










