તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
૨૩૭ કરોડના વિકાસકામો મંજુર : સર્વેશ્વર ચોકના વોંકળાના વધારાના ૧.૮૩ કરોડના ખર્ચને બ્રેક
આ પ્રોજેકટમાં કયા કામનો કેટલો ખર્ચ દર્શાવેલ નથીઃ આ દરખાસ્તનો અભ્યાસ કરાશે બે દરખાસ્તમાં કરકસર કરતી સ્ટેન્ડીંગ કમિટીઃ ૨.૩૭ કરોડનો ખર્ચ બચાવ્યા

મંજુર....મંજુર....મંજુર....: રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં ૨૩૮ કરોડના વિકાસકામો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસ્વીરમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, સ્ટેન્ડિગ કમિટી સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, હાર્દિક ગોહેલ, રચીતાબેન જોષી, દક્ષાબેન વસાણી, ભારતીબેન પરસાણા, વર્ષાબેન રાણપરા તથા ડે.કમિશનર મહેશ જાની, સેક્રેટરી ડો.હરીશ રૂપારેલીયા સહીતના અધિકારીઓ, કર્મચારીઓ નજરે પડે છે.( તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ તા.૭: મહાનગર પાલિકાની આજે મળેલ સ્ેટન્ડિંગ કમીટીની બેઠકમાં ૫૭ દરખાસ્ત પૈકી એક દરખાસ્તનો ખર્ચના મંજુર કરી વ્યવસ્થા મંજુર કરવામાં આવે જયારે સર્વેヘરચોકમાં વોકળા ઉપર તૈયાર થનાર બોકસ કલવર્ટના કામમાં ૪૦ટકાનો વધારો એજન્સી દ્વારા માંગવામાં આવતા આ મુદે તપાસ કર્યા બાદ નિર્ણય લેવાનુ જણાવી દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. તેમજ નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરાની હેરફેર માટે ક્રાઉલર ડોઝરના ડ્રાઇવર અને ડિઝલ માટે અલગથી રૂા.૧.૧૦ કરોડની દરખાસ્ત રજૂ કરતા વર્ષોથી આ કામ માટે ડ્રાઇવર અને ડિઝલ આરસી મુજબ આપવામાં આવી રહ્યા છે. જેથી આ વધારો ખર્ચ અમાન્ય ગણી દરખાસ્ત ના મજૂર કરવામા આવી હતી. જેના લીધે એક જ કામમાં બમણો ખર્ચ કરવાનું અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કારસ્તાન ફરી એક વખત ખૂલ્લુ પડ્યુ હતુ. આજે સ્ેટન્ડિગમા રજુ થયેલી ૫૭ પૈકી ૫૫ દરખાસ્તનો રૂા. ૨,૩૮,૪૯,૪૧,૯૩૬ નો ખર્ચ સર્વાનુમતે મજુર કરવામાં આવ્યો હતો.
મનપાની સ્ેટન્ડિંગ કમીટીમાં રજુ કરવામાં આવેલ દરખાસ્તમાંથી ફરી એક વખત અધિકારીઓ દ્વારા સુચવામાં આવેલ ખોટા ખર્ચને બ્રેક મારી દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ એક દરખાસ્ત પેન્ડીંગ તેમજ એક દરખાસ્તનો ખર્ચ ના મંજુર કરી યોજના મંજુર કરવામા આવેલ અને એક દરખાસ્ત કે જેનો ખર્ચ વર્ષોથી આપવામાં આવી છતા નાકરાવાડી ખાતે ડોઝરના ડ્રાઇવર અને ડિઝલનો અલગથી ખર્ચ માગવાની દરખાસ્ત રજુ કરતા ના મંજુર કરાવામા આવી હતી. મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કમિશનર વિભાગ દ્વારા ૫૭ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
તબીબી સહાય માટે એફિડેવીડ ફરજિયાત
મનપામાં ફરાજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પરિવારના સભ્યોની બીમરી સબબ સહાય આપવામાં આવે છે. અનેક વખત કર્મચારીઓ અને અધિકારીઓને અપાતી તબીબી સહાયનો વિરોધ થયો છે. તમામ સ્ટાફનો ઇન્સ્યોરન્સ કેમ નથી લેવાતો તેવુ પણ જણાવેલ છતા પાંચ આકડામા પગાર લેતા અધિકારીઓને તબીબી સહાય મળી રહી છે. જે પૈકી અમૂક અધિકારીઓને કર્મચારીઓ ઇન્સ્યોરન્સ ધરાવતા હોવાની પણ ફરિયાદ ઉઠેલ આથી હવે તબીબી સહાય મેળવવા માટે તમામ કર્મચારીઓએ પોતે આરોગ્ય વિમો ધરાવતા નથી તે પ્રકારનુ એફિડેવીટ અને નોટરાઇઝન્ડ ફરજિયાત બનાવવામા આવ્યુ છે. જેની અમલવારી આજની સ્ેટન્ડિંગથી કરવામાં આવી છે.
લાયબ્રેરીમાં સફાઇ ખર્ચ ૭૪ લાખ નામંજુરઃ દરખાસ્ત મંજુર
મહાનગર પાલિકાની તમામ કચેરીઓ, શાળાઓ, આંગણવાડીઓ, વોર્ડ ઓફિસોની સફાઇ એસ્ટેટ વિભાગ દ્વારા કરાવવામાં આવી રહી છે. છતા મનપાની જૂદી જૂદી લાઇબ્રેરીઓ અને વાચનાલય ખાતે પાર્ટટાઇમ સફાઇ કામગીરી કરવામા માટે ૩૩ સફાઇ કામદારોની માંગણી કરવામાં આવેલ જેનો ખર્ચ ૭૪ લાખ થવા જાય છે. ફકત ચાર કલાક માટે સફાઇ કામ કરવાનુ હોય આ ખર્ચ વ્યાજબી નથી તેમ જણાવી સ્ટેન્ડિંગ કમીટીએ સોલીડવેસ્ટ વિભાગને સફાઇ કામદારો પુરા કરવાની સુચના આપી ખર્ચના મજુર કરી સફાઇ કરવાની યોજનાને મજુર આપી અને દરેક વિભાગ માટે અલગ સફાઇ કામદારો ના હોય તેવુ કડક ભાષામાં જણાવ્યુ હતુ.
સર્વેશ્વર વોંકળાના કામનો વધારાના ખર્ચને બ્રેક
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વેર ચોકમાં વોકળા દુર્ધટના બાદ મનાપાએ હોકળાને ડાઇવટ કરી બોકસ કલવર્ટ બનાવવાનુ કામ રૂા.૪.૯૧ કરોડમા આપવામા આવ્યુ છે. હાલ કામગીરી ચાલુ છે. પરંતુ પ્રાઇવેટ પ્રોપટીના કારણે બોકસ કલવર્ટના એલાઇમેન્ટમાં થોડો બદલવામા કરવાના લીધે તેની લબાઇ એકસો દસ મીટરથી વધીને એકસો વીસ મીટર થતી હોય કોન્ટ્રક્ટર દ્વારા ખર્ચ વધારા પેટે રૂા.૧.૮૩ કરોડનો વધારો માંગવામાં આવેલ જે શંકાસ્પદ લાગતા આ બાબતની તપાસ કર્યા બાદ નીર્ણય લેવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
આ ઉપરાંત આજની સ્ટેન્ડિગ બેઠકમાં હરીહર ચોકમાં ૨.૩૫ કરોડના ખર્ચે સ્લેબ કલવર્ટ, મુંજકામાં ૩.૪૧ કરોડના ખર્ચે આરોગ્યકેન્દ્ર તથા ૩૩.૭૨ લાખના ખર્ચે વોર્ડ નં.૩માં નવી વોર્ડ ઓફીસ સહિતના વિવિધ વિકાસકામો અંગે નિર્ણય કરવામાં આવશે.(

(3:55 PM IST)










