News of Friday, 7th March 2025
વોર્ડ નં.૧૮ના વિસ્તારો પેવરથી મઢાશેઃ રૂ.૧૪ કરોડ મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં જુદા જુદા રોડને ડામર પેવર કાર્પેટ અને રીકાર્પેટ કરવાના કામ કુલ રૂ.૧૪.૧૬ કરોડના જુદા જુદા રોડના કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવે છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા તથા સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:54 PM IST)










