<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

હોળી - ધુળેટીના તહેવારની રોનક દેખાઇ : રંગ-પીચકારી-ખજુર-ધાણી દાળીયા બજારોમાં ગોઠવાયા

રાજકોટ : ફાગણીયો તહેવાર હોળી - ધુળેટી નજીક આવતા બજારોમાં રોનક દેખાવા લાગી છે. હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી દર્શન પ્રદક્ષિણાનો લાભ લેશે અને બીજા દિવસે રંગ પર્વ ધુળેટી મનાવશે. રંગે રમી ખજુર, ધાણી, દાળીયા, પતાશાની જયાફત ઉડાવાશે. બજારોમાં કસદાર મીઠો ખજુર તેમજ ધાણી-પતાશાના ઢગલા ખડકાઇ ગયા છે. રંગ બજારોમાં રંગ અને દેશી કેસુડા પણ વહેંચાઇ રહ્યા છે. તસ્‍વીરમાં તહેવારનો માહોલ જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:50 PM IST)