<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૭૭.૧૯ લાખના કામો મંજુર

કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તથા વિનોદભાઇ સોરઠીયાની રજુઆત ફળી

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં  રૂ.૪૨.૪૪ લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશન થી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ કરવાના કામ, રૂ.૩૪.૭૫ લાખના ખર્ચે મવડી સ્‍મશાનમાં શેડ બનાવવાના કામ આમ કુલ રૂ.૭૭.૧૯ લાખના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ તથા કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:49 PM IST)