તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કરી રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન
સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટનો વિવાદ : જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફોજદારી ગુન્હો નોંધવા વધુ એક ફરીયાદ :રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી- રઘુવંશી અગ્રણીઓ સર્વશ્રી હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, ભીખાલાલ પાંઉ, કલ્પેશભાઇ તન્ના, મેહુલ નથવાણી અને વિપુલ મણીયારની પોલીસ કમિશ્નરશ્રીને લેખીત ફરીયાદ

રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને રઘુવંશી અગ્રણીઓએ આજે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સંત શિરોમણી જલારામ બાપા સંદર્ભે સ્વામિનારાણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા ઉભા કરવામાં આવેલ વિવાદ સંદર્ભે નોંધાવેલી ફરીયાદ અંગે માહિતી આપી સ્વામીનારાયણ સંત સામે રોષ ઠાલવ્યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૭: સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિષે અપમાનજનક બફાટ અને ટીપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશીષ કરનાર સુરત-અમરોલી સ્વામી નારાયણ મંદીરના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ-ર૯૮, ર૯૮, ૩૦ર અને ૩પ૬ સહીતની કલમ હેઠળ ફોજદારી રાહે ગુન્હો નોંધવા પોલીસ કમિશ્નર રાજકોટને સંબોધી લેખીત ફરીયાદ રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રઘુવંશી અગ્રણીઓએ કરી છે. આ ફરીયાદ અરજીમાં જણાવાયું છે કે, આ કામના આરોપી એક સ્વામીનારાયણ વડતાલ સંપદાયમાં સંત તરીકે વરણી થયેલા છે. એક સત્સંગ સભા સુરતમાં ચાલતી હતી તે સત્સંગ સભામાં ધર્મ વિશેની વાત કરવાની હોય પરંતુ આ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજનાં ધર્મગુરૂ સંત શીરોમણી જલારામ બાપા વીશે ખોટો બફાટ કરીને તેમના વિરુધ્ધ ખોટી ટીપ્પણી કરેલ હતી. જેને લઇ રઘુવંશી સમાજમાં અને પુ. જલારામ બાપાના વિશાળ અનુયાયી વર્ગમાં રોષ ફેલાયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તેમને હાંકી કાઢવા જોઈએ જેથી તેનું લાંછન સંપુર્ણ સ્વામીનારાયણ સંપ્રદાય પ૨ ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ ન કરે.
રઘુવંશી સમાજના સંતશ્રી જલારામ બાપા એક મહાન સંત છે. ત્યારે સુરતમાં એક સત્સંગ સભા દરમિયાન આ કામના આરોપી જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતે હીન્દુ ધર્મનુ પુરતુ જ્ઞાન ધરાવતા ન હોય અને સત્સંગ વીશેનું પણ પુરતુ જ્ઞાન ન હોય વ્યાસ પીઠ પર બેસીને સત્સંગ સભામાં સંતશ્રી જલારામ બાપાનાં અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતોનો સબંધ હતો જેને કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી રહયા છે. આમ આ કામના આરોપીએ કયા શાષામાં વાંચીને આ સંભળાવેલુ છે અને આ બાબતનો કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલા ભગત વીશે થયેલ વાર્તાનો વ્યાસ પીઠ પર બેસીને ખોટી ધર્મ વીશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે.
વધુમાં એવુ જણાવેલ કે ગુણાતીતાનંદ સ્વામીનાં કારણે જ વીરપુરમાં સદાવ્રત ચાલી રહેલ છે એવી સત્સંગ સભા દરમીયાન ખોટી વાર્તાઓ કહીને રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે.
સત્સંગ વીશેનો સંપુર્ણ ખ્યાલ ન હોય અને આપણા હીન્દુ ધર્મના સંતો તથા ગુરૂઓ વીશે કઈ રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા ૫૨ ભોજલરામ બાપાનાં આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાનાં આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નીષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવતની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલ. જેના કા૨ણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહયું છે. અગાઉ પણ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો અવાર નવાર ખોટી વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ કરવાનો તથા હીન્દુ ધર્મ વીશે ટીપ્પણીઓ કરી બફાટ કરતી વાતો કરીને ૨ઘુવંશી સમાજનું તથા સંતશ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે. માટે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાનાં મંદીર ઉપર આવીને જાહેરમાં માફી માંગી અને લેખીત માફીનામું આપી બીજી વાર આવી ભુલ ન થાય તે માટે આ ફોજદારી ફરીયાદ નોંધી ફોજદા૨ી રાહે કાર્યવાહી ક૨વા રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વશ્રી હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, ભીખાલાલ પાંઉ, કલ્પેશભાઇ તન્ના, મેહુલ નથવાણી અને વિપુલ મણીયાર, ધનેશ જીવરાજાની, તન્ના હાર્દિક, તન્ના કેવલ, તન્ના કલ્પેશ, દિક્ષીણી જતીનભાઇ, માણેક રવિભાઇ, રાજદેવ પ્રશીલ, રાયચુરા નિરવ, નથવાણી મોહીત, મણીયાર વિપુલભાઇ, કારીયા વિપુલભાઇ, મીરાણી અશોકભાઇ, સોમૈયા સોનલબેન, વડેરા હિતેશ, કારીયા વિનીથભાઇ, જીવરાણી મહેન્દ્રભાઇ, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, વિપુલભાઇ મણીયાર, મેહુલ નથવાણી, વિજયભાઇ જોબનપુત્રા, અશ્વીનભાઇ મીરાણી, બલરામભાઇ કારીયા, જતીનભાઇ પાબારીએ પોલીસ કમિશ્નરશ્રીને લેખીત ફરીયાદ આપી છે. (૪.૩૧)
(3:49 PM IST)










