તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
સ્વામીનારાયણ મંદિરમાંથી હિન્દુ દેવી ,દેવતાઓના ફોટા,મૂર્તિ હટાવી લેવા રઘુવંશી અગ્રણીઓની ચેતવણી
પૂજ્ય જલારામ બાપા સહિત હિન્દુ દેવી,દેવતાઓ વિશે એલફેલ બોલનાર સંપ્રદાયને ખુલ્લો પડકાર :તમારો સંપ્રદાય સર્વોપરી છે તો અન્ય દેવી,દેવતાઓના ફોટા,મૂર્તિ રાખવાની જરૂર કેમ પડે છે? સનાતનીઓને ભરમાવવા દેવી,દેવતાઓના ફોટા,મૂર્તિ સ્વેચ્છાએ નહીં દૂર કરે તો સનાતનીઓ ઝૂંબેશ શરૂ કરાશે

રાજકોટઃ સુરતના અમરોલી ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના બની બેઠેલા જ્ઞાન-કાશ સ્વામીએ વિશ્વવંદનીય પરમ પૂજ્ય જલારામ બાપા વિશે કરેલા બફાટથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને વિદેશમાં સમસ્ય રઘુવંશીઓ, સનાતનપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. માફી માગવાની વાત કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલો જ્ઞાનપ્રકાશ વિરૂધ્ધ રાજકોટમાં રામધામ ટ્રસ્ટ (જાલીડા,વાંકાનેર) દ્વારા આજે રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ રજીસ્ટર કરાવી આ ફરિયાદના આધારે ગૂનો દાખલ કરવા બૂલંદ માંગણી કરવામાં આવી છે.
આ સંપ્રદાય પોતાના સંપ્રદાયને સર્વોપરી સાબિત કરવા અવાર નવાર હિન્દુ ધર્મના દેવી,દેવતાઓ અને આરાધ્યદેવોર્ની સહજાનંદ સ્વામીના સેવક દર્શાવી નીચા દેખાડવાનો -યાસ કરી સનાતનીઓને ધાર્મિક લાગણીને વાંરવાંર ઠેસ પહોંચાડવાની કૂચેષ્ટા કરવાની કૂટેવ ધરાવે છે. અને એટલે જ તમામ સ્વામીનારાય મંદિરમાંથી સહજાનંદ સ્વામી સિવાય અન્ય દેવી, દેવતાઓના ફોટા, મૂર્તિ તાત્કાલિક અસરથી સ્વેચ્છાએ દૂર કરી દેવા વિનંતી કરવામાં આવે છે. જો ફોટા, મૂર્તિ નહીં હટાવે તો રઘુવંશી સમાજ અને સમસ્ત સનાતન પ્રેમીઓ દ્વારા દરેક ગામ-શહેરમાં સ્વામીનારાયણ મંદિરમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ફોટા, મૂર્તિ હટાવવાની ઝૂંબેશ શરૂ કરવાની ફરજ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટ ખાતે આજે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપ્યા પછી સર્વે રઘુવંશી આગેવાનો અને સનાતનીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને ખૂલ્લી ચેતવણી આપી છે કે, જો તમારો જ સંપ્રદાય મહાન અને સર્વોપરી છે તો તમારા મંદીરમાં અન્ય દેવી,દેવતાઓના ફોટા, મૂર્તિ રાખવામાં આવ્યા છે એ તાત્કાલિક અસરથી દુર કરી લેવા. અન્યથા જે જે શહેર, ગામના સ્વમાનિરાયણ મંદીરમાં સહજાનંદ સ્વામી સિવાય જે કોઇ હિન્દુ દેવી-દેવતાઓના ફોટા, મૂર્તિ છે એ સનાતનીઓ દ્વારા દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આ ચેતવણીને માત્ર નિવેદન માનવાની ભૂલ નહીં કરતા કારણ કે માફી ભૂલની હોય ગૂનાહની નહીં. સાથો સાથ પૂજ્ય જલારામ બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા પણ ઉગ્ર માગણી કરવામાં આવી છે. તેમજ રઘુવંશી સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આજ પછી આ સંપ્રદાયનો કોઇ પણ કહેવા સંત, સ્વામી હવે કોઇ પણ ધર્મના દેવી,દેવતાઓ વિશે એક પણ હરફ ઉચ્ચારશે તો ધર્મની રક્ષા માટે સનાતનીઓનો પલટવાર ભોગવવાની તૈયારી રાખવી પડશે.
લેખિત ફરિયાદ કરવામાં રઘુવંશી સમાજના આગેવાનોમાં હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, બલરામભાઇ કારિયા, ભીખાભાઇ પાંઉ, મેહુલભાઇ નથવાણી, કલ્પેશભાઇ તન્ના, વિપુલભાઇ મણિયાર,વિપુલભાઇ કારિયા, મુકેશભાઇ પૂજારા, જતીનભાઇ દક્ષિણી, જતીનભાઇ પાબારી, મોહિતભાઇ નથવાણી, અશોકભાઇ તન્ના, રવી માણેક, મહેન્દ્ર જીવાણી, ધનેશ જીવરાજાની, હાર્દિક તન્ના, કેવલ તન્ના, પ્રસિલ રાજદેવ, સોનલબેન સોમૈયા, હિતેન્દ્ર વડેરા, વિનય કારિયા મહિલા આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. તેમ એક યાદીમાં જણાવાયું છે.
(4:37 PM IST)










