<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

નવનિયુકત પ્રમુખ માધવ દવેનો ટુંકો પરિચય

 

ડો. માધવ કિશોરભાઇ દવેનો જન્‍મ ર૭ નવેમ્‍બર ૧૯૭પ ના થયો છે. તેઓ વ્‍યવસાયે એડવોકેટ છે. તેઓનો અભ્‍યાસ B.A.,LL.B, LL.M, B.J.M.C., M.J.M.C., Ph.D. સુધીનો છે. ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, સંયોજક-આર્થિક સેલ, પૂર્વ મહામંત્રી-રાજકોટ શહેર સહિતની વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે.

માધવભાઇ દવે શિશુ અવસ્‍થાયી સંઘ સ્‍વયંસેવક-ગટનાયક, પ્રાર્થનાગાયક, મુખ્‍ય શિક્ષક (શાયં શાખા)ની જવાબદારી નિભાવેલ છે. હાલમાં પ્રભાત શાખા ગટનાયકની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અમરેલી નગર મંત્રી, અમરેલી જિલ્લા સંયોજક અને પ્રદેશ કારોબારી સભ્‍ય, અમરેલી વોર્ડ નં. ૧ર યુવા ભાજપ પ્રમુખ, અમરેલી શહેર મંત્રી સહિત વિવિધ જવાબદારી  સંભાળી રહ્યા છે.

આ ઉપરાંત અમરેલીથી ઉચ્‍ચ અભ્‍યાસાર્થે રાજકોટ જવાનું થતા ત્‍યાં સક્રિયતા રાખી અને વિવિધ જવાબદારીઓ સાંભળી જેમાં પ્રદેશ કન્‍વીનર-માનવ અધિકાર સેલ-ગુજરાત પ્રદેશ, વોર્ડ નં. ૧૦ના મંડલ પ્રભારી, બૌદ્ધિ પ્રકોષ્‍ઠ સેલ-સહકન્‍વીનર, ભાજપ લીગલ સેલ-કારોબારી સદસ્‍ય, યુવા ભાજપ ઉપપ્રમુખ, યુવા ભાજપ સરકારી અમલીકરણ સેલના કન્‍વીનર, છેલ્લા ૩૦ વર્ષથી જીલ્લા/ શહેર ભાજપમાં વિવિધ જવાબદારી સંભાળેલ. શહેર વોર્ડ ંનં. ર કારોબારી સભ્‍ય અને બુથ નં. ૩૩ ના ઇન્‍ચાર્જની જવાબદારી ભાજપની વિવિધ જવાબદારીઓ ૧૯૯૭ થી એટલે કે ૩૦ વર્ષથી નિભાવેલ છે.

હાલ રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના ડાયરેકટર છે.  (ફોન નં. (મો.) ૯૮રપ૩ પપ૮૦૭/ ૯૪ર૬પ ૦૯૩૯૧)

(3:47 PM IST)