તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
મનપાની બહેનોને ભેટ : કાલે સીટી બસ બીઆરટીએસમાં મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી
મહિલા દિવસ નિમિત્તે પદાધિકારીઓ દ્વારા જાહેરાત મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઇપણ રૂટ પર ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

રાજકોટ,તા. ૭ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડકશ્રી મનીષભાઈ રાડીયાએ જાહેરાત કરતા જણાવે છે કે, આવતીકાલે ૮-મી માર્ચ ના રોજ ૧૧૪-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
તેઓએ વિશેષમાં જણાવે છે કે, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા, એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગળતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ મહિલાઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યમાં સરકાર ‘કન્યા કેળવણી' અભિયાન, ‘બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન,સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલાઓમાં નામે મિલકત રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્કર્ષમાં યોગદાન કરી રહેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષભાઈ રાડીયા નારી સશક્તિકરણનું કાર્ય ચરિતાર્થ કરવાના ભાગરૂપે આવતીકાલે ૮-મી માર્ચના રોજ ૧૧૪-મા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે જેનો મહતમ લાભ લેવા અનુરોધ કરેલ છે.
(3:42 PM IST)










