તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા મહિલા દિવસ નિમિતે કાલેસ્ત્રીરોગ જાગૃતિકરણ કાર્યક્રમ
આશાપુરા મંદિર ગાંધીગ્રામ ખાતે આયોજન : ડો. જલ્પાબેન શાહ માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૭ : કાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણીરૂપે આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળ દ્વારાસ્ત્રીરોગ જાગૃતિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બહેનોએ જણાવ્યુ હતુ કે કાલે તા. ૮ ના સાંજે ૪ વાગ્યે શ્રી આશાપુરા માતાજી મંદિર, ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ડો. જલ્પાબેન શાહ ઉપસ્થિત રહી બ્રેસ્ટ કેન્સર સહીતના જટીલ રોગો અંગે માર્ગદર્શન આપશે. રોગના લક્ષણો અને તેના ઉપાયો તેમજ અન્ય સાવચેતી અંગે માહીતી આપશે.
આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દુર્ગાબા જાડેજા, ડો. નયનાબા જાડેજા, હર્ષાબા જાડેજા, સેજલબેન ચૌધરી ઉપસ્થિત રહેશે. સહાયકો તરીકે વિષ્ણુબા જાડેજા, જયશ્રીબા જાડેજા, નંદુબા જાડેજા તેમજ જેની ઠકકર સેવા આપશે.
શહેર તેમજ તાલુકા, જિલ્લા વિસ્તારના ક્ષત્રિય બહેનોએ આ કાર્યક્રમનો લાભ લેવા આશાપુરા ક્ષત્રિય મહિલા મંડળવતી ઉર્વશીબા મયુરસિંહ જાડેજાએ અનુરોધ કરેલ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઉર્વશીબા એમ. જાડેજા, વિષ્ણુબા વી. જાડેજા, જયશ્રીબા આર. જાડેજા, પ્રફુલ્લાબા એમ. જાડેજા, હર્ષાબા એસ. જાડેજા, ગાયત્રીબા વાય. ઝાલા, પ્રવીણાબા બી. જાડેજા, ગીતાબા બી. જાડેજા, હર્ષદબા વી. જાડેજા, નંદુબા કે. જાડેજા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:53 PM IST)










