<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

કલેકટરની માલિકીના શાસ્‍ત્રી મેદાનની ૪૦ ગ્રીલની ધોળે દિવસે ચોરી

ચોરટાઓ બેફામઃ તંત્રની આબરૂના ધજાગરાઃ સરકારી મેદાનમાં ખાનગી બસો-ગાડીઓ-કચરાનું જબરૂ દબાણઃ આની પહેલા બે દરવાજા ઉખેડી ફકી દીધા હતાઃ પヘમિ મામલતદાર દોડી ગયાઃ એ ડિવીઝનમાં એન્‍ટ્રી કરાવી : કલેકટર હસ્‍તક શાસ્‍ત્રી મેદાન-ચૌધરી હાઈસ્‍કૂલ-ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ મેદાન-વિરાણી હાઇસ્‍કૂલ સહિતના ૪ મેદાનોઃ તમામ સ્‍થળે બેફામ દબાણોઃ તંત્રનો કોઇ ડર ન હોય તેમ આવારા તત્‍વો પડયા પાથર્યા રહે છે

રાજકોટના લોકપ્રિય- ઐતિહાસિક શાસ્ત્રીમેદાન ફરતે રહેલી લોખંડની ગ્રીલ કોઇ ચોરી કરી ગયુ તે નજરે પડે છે, ઇન્સેટમાં તાબડતોડ મૂકાયેલ સિકયુરિટી તથા ચોરી બાદ પણ મેદાનમાં ખાનગી ટ્રાવેલ્સની બસોનું દબાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૭: રાજકોટ કલેકટરની એટલે કે સરકારની માલિકીના ઐતિહાસિક અને લોકપ્રિય એવા શાસ્‍ત્રી મેદાન ફરતે બંધાયેલ ૬ થી ૮ ફુટ ઉંચી લોખંડની ગ્રીલ-જાળીમાંથી ચોરટાઓ ૩પ થી ૪૦ જેટલી લોખંડની ગ્રીલ ચોરટાઓ ચોરી ગયો છે, કલેકટર તંત્રને ર૦ થી રપ લાખનું નુકશાન થયું છે, લોખંડની ગ્રીલનો કોઇ પતો નથી, હરામખોરોએ ભંગારમાં વેચી નાંખી હશે તેવી શંકા મહેસૂલના અધીકારીઓ વ્‍યકત કરી રહ્યા છે.

આ લોખંડની ગ્રીલની ચોરીનો વિડીયો વાયરલ થતા અને કલેકટર તંત્રને જાણ થતા સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે તાબડતોબ પヘમિ મામલતદાર શ્રી અજીત જોષીએ ઘટના સ્‍થળે દોડાવ્‍યા હતા, મામલતદારે તપાસ કર્યા બાદ એ ડિવીઝનલમાં જાણવા જોગ એન્‍ટ્રી આપી છે, કલેકટરને જાણ કરાતા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આકરા પગલા લેવાની સૂચના આપી મેદાનમાં ખાનગી સિકયુરીટી મૂકી દીધી છે.

મામલતદારશ્રી જોષીએ ‘‘અકિલા''ને જણાવેલ કે ૩પ થી વધુ ગ્રીલની ચોરી થઇ છે, એક દિવસમાં આ ઘટના બની નથી, તેમજ ધોળે દિવસે આ નિંદનીય કૃત્‍ય કરાયું છે, સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે જણાવેલ કે અમારી તપાસ ચાલુ છે, મેદાન ફરતે સિકયુરીટી મૂકી દેવાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષે હરામખોરોએ શાસ્‍ત્રી મેદાનના બે મુખ્‍ય ગેઇટ તોડી નાંખી ફેંકી દીધા હતા, મેદાનમાં ચારે બાજુ દબાણ હોય છે, સરકારી મેદાનમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસો (જે ફોટામાં દેખાય છે) ખાનગી ફોર વ્‍હીલરો, કચરાના ગંજ, બિલ્‍ડીંગોનો સોલીડ વેસ્‍ટ કચરો-ર થી ૩ ઉકેળાનું દબાણ થઇ ગયું છે, આ મેદાનમાં અટલ બિહારી બાજપેયી, ઇન્‍દિરા ગાંધી, રાજીવ ગાંધી, એલ. કે. અડવાણી, મોરારજી દેસાઇ, લાલબદુહાર શાસ્‍ત્રી જેવા ધૂરંધર નેતાઓની સભા થઇ ચૂકી છે, અત્રે દર વર્ષે ધ્‍વજવંદન થતું વર્ષો સુધી લોકમેળો યોજાયો, મેદાન લોકોનું હૃદય છે, પરંતુ હાલ મેદાનની પથારી ફરી ગઇ છે, તંત્રને કશી પડી નથી તેવો તાલ સર્જાયો છે, ૩પ થી ૪૦ જેટલી લોખંડની ગ્રીલની ખુલ્લેઆમ ચોરી કરી ચોરટાઓએ તંત્રનું નાક વાઢી લીધું છે, આબરૂના ધજાગરા થયા છે.

કલેકટર હસ્‍તક શાસ્‍ત્રી મેદાન ઉપરાંત ચૌધરી હાઇસ્‍કૂલ, વિરાણી હાઇસ્‍કૂલ મેદાન, ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ મેદાન સહિતના ૪ મેદાનો છે, દરેક મેદાનમાં દબાણો થઇ પડયા છે, વિરાણીમાં તો કોમર્શીયલ દબાણો છે, તંત્ર બધું જાણે છે, લોકોનો જીવ બળે છે, પરંતુ અધીકારીઓ ભેદી મૌન સેવીને બેઠા છે. (૭.૩૪)

(2:54 PM IST)