<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી શોભતા મેયર નયનાબેનનો જન્મદિન ફુલ નહિ ચીનગારી હૈ, યહ રાજકોટકી નારી હૈ

 

રાજકોટઃ મહાનગરપાલિકાના મેયર અને વોર્ડ નં.૪ના કોર્પોરેટર નયનાબેન વિનોદભાઈ પેઢડીયાનો જન્મ ૦૭ માર્ચના રોજ થયેલ. આજે તેઓ યશસ્વી જીવનના  ૫૪માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ વર્ષ ૨૦૦૧થી વોર્ડ નં.૭માં વોર્ડ પ્રમુખ તરીકે જાહેરજીવનમાં સૌપ્રથમ વખત શરૂઆત કરેલ. ત્યારબાદ વર્ષ ૨૦૦૫માં મહિલા મોરચા શહેરમાં કોષાધ્યક્ષ, વર્ષ ૨૦૦૭માં મહિલા મોરચા શહેર મંત્રી, વર્ષ ૨૦૦૮માં શહેર ભાજપ સંગઠનમાં મંત્રી, વર્ષ ૨૦૧૨માં રાજકોટ મહાનગર ભાજપ સંગઠન પર્વના સહઅધિકારી, વર્ષ ૨૦૧૫માં રાજકોટ મહાનગર ભાજપ દ્વારા વોર્ડની બુથ સમિતિની સરચનાના સહઅધિકારી, વર્ષ ૨૦૧૧માં  રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય, વર્ષ ૨૦૧૨માં રાજકોટ મહાનગર ભાજપ સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ, વોર્ડ-૭ ઓનલાઇન સભ્ય નોંધણી સહ ઇન્ચાર્જ, રાજકોટ શહેર કારોબારી સદસ્ય, તેમજ ત્યારબાદ વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકેની સફળતાપૂર્વક જવાબદારી નિભાવેલ.

વર્ષ ૨૦૨૧ની રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ૨.૫ વર્ષ સુધી જવાબદારી સફળતાપૂર્વક નિભાવેલ હતી. સપ્ટેમ્બર ૨૦૨૩થી રાજકોટ મહાનગરપાલિકાના ૨૨માં મહિલા મેયર તરીકે તેમની વરણી થયેલ છે. નયનાબેન પેઢડીયાએ જાહેરજીવનમાં વોર્ડ પ્રમુખથી શરૂ કરી શહેર મહિલા મોરચાના પ્રમુખ અને હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના ૨૨-માં મેયર તરીકેની જવાબદારી નિષ્ઠાપુર્વક સંભાળી રહ્યા છે.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ પોતાના ૫૪માં જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વૃદ્ધ વડીલોને ભોજન, આંગણવાડીના બાળકોને નાસ્તો, બટુક ભોજન, બે ગૌશાળામાં-કરૂણા ફાઉન્ડેશન-સમર્પણ યંગ ગૃપ-સ્વદેશી જાગરણ મંચ-સેવા ભારતી વગેરે સંસ્થાઓને આર્થિક સહાય, ડો.હેડગેવાર ડિસ્પેન્સરીને નવું મેડીકલ સાધન સહાય કેન્દ્ર શરૂ કરવા આર્થિક સહાય તેમજ ડો.હેડગેવાર ડિસ્પેન્સરીના વાર્ષિક ખર્ચને પહોંચી વળવા દર મહીને એક વર્ષ માટે આર્થિક સહાય આપી અનોખી રીતે સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

આજે તેમના જન્મદિવસે રાજકીય- સામાજીક આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો, મીત્રો, પરીવારજનો (મો.નં.૯૪૨૮૨ ૩૩૧૨૬) ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે

(11:57 AM IST)