News of Thursday, 6th March 2025
રાજકોટના સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેકટર રામ મીના ૫ હજારની લાંચ લેતા ઝડપાયા
આરોપીને મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલના સુપરવિઝનમાં સુરેન્દ્ર નગર પીઆઇ એમ.એમ. લાલીવાલ દ્વારા તેમની ચેમ્બરમાંથી જ ઝડપી લેવાયા. Acb વડા પિયુષ પટેલની ઝુંબેશ આગળ વધી રહી છે.: ઓન લાઈન જીએસટી નંબર એપ્રુવ કરવા માટે પાંચ હજારની માંગણી કરેલ. સન્નાટો


રાજકોટનો જીએસટી ઇન્સ્પેકટર રામ ભરતલાલ મીના 5 હજારની લાંચ લેતા ઝડપાયો છે એક ખાનગી કંપની માટે જી.એસ.ટી. નંબર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તે એપ્રુવ કરી કરાવી આપવા માટે લાંચ માંગી હતી
ફરીયાદી જીએસટી લગત સેવા આપવાનું કામ કરે છે. ફરીયાદીના ગ્રાહકની ખાનગી કંપની માટે જી.એસ.ટી. નંબર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તે એપ્રુવ કરી કરાવી આપવા માટે આ કામના આક્ષેપીતે ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂા.૫,૦૦૦/- ની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આક્ષેપીત કચેરી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ ગયો હતો
ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.એમ.લાલીવાલા, પોલીસ ઇન્સ્પેકટર, સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ હતા જયારે સુપર વિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ હતા
(8:49 PM IST)










