તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 6th March 2025
ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખોના નામ નક્કીઃ રાજકોટ ગ્રામ્યમાં ફરી ઢોલરિયા
સત્તાવાર જાહેરાત પુર્વે પસંદગી યાદી ફરવા લાગી મોરબીમાં જયંતીભાઇ રાજકોટિયાઃ જુનાગઢ જિલ્લામાં મકવાણા, શહેરમાં રૂપારેલીયાઃ સોમનાથમાં પરમારઃ સુરેન્દ્રનગરમાં ચૌહાણ

રાજકોટ, તા. ૬: ભાજપ દ્વારા શહેર જિલ્લા પ્રમુખોના નામો પસ઼્દ થઇ ગયા છે. અમૂક નામો સત્તાવાર જાહેર થઇ ગયા છે. અમૂક રાત સુધીમાં જાહેર થવા પાત્રછે. આજે જે શહેર- જિલ્લાની જાહેરાત થનાર છે. તે નામોની યાદી સોશ્યલ મીડિયામાં ફરવા લાગી છે. ભાજપના સતાવાર વર્તુળો તેને સતાવાર નહિ પણ આધારભૂત ગણે છે.
તે યાદી મુજબ રાજકોટ શહેરમાં માધવ દવે અને જિલ્લામાં અલ્પેશ ઢોલરિયાની પ્રમુખ તરીકે પસંદગી થઇ છે. સતાવાર જાહેરાત પૂર્વ કોઇપણ ફેરફાર થઇ શકે છે
ભાજપના જાહેર થયેલા અને થવાના બાકી નામોની સ્પેશયલ મીડિયામાં ફરતી યાદી નીચે મુજબ છે.
*ભાવનગર જિલ્લા- શ્રી દિગ્વીજયસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ *ભાવનગર મહાનગર- કુમાર શાહ *બોટાદ : મયુરભાઇ મનજીભાઇ પટેલ *સુરેન્દ્રનગર : હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ *અમરેલી : અતુલ કાનાણી *જામનગર જિલ્લા : વિનોદભાઇ ડાયાભાઇ ભંડેરી *જામનગર મહાનગર : શ્રીમતી બીનાબેન કોઠારી * દેવભૂમિ દ્વારકાઃ શ્રી મયુરભાઇ રામભાઇ ગઢવી* રાજકોટ મહાનગરઃ શ્રી ડો. માધવ કે. દવે* રાજકોટ જીલ્લાઃ શ્રી અલ્પેશભાઇ ગોવિંદભાઇ ઢોલરીયા* મોરબીઃ શ્રી જયંતીભાઇ રાજકોટિયા * જુનાગઢ જીલ્લાઃ શ્રી ચંદુભાઇ જેઠાભાઇ મકવાણા* જુનાગઢ મહાનગરઃ શ્રી ગૌરવભાઇ રૂપારેલીયા* ગીર સોમનાથઃ ડો. સંજયભાઇ કાનજીભાઇ પરમાર.
(4:55 PM IST)










