તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
CA ના પરિણામમાં ન્યુ ગુરૂકુળનો ડંકો
સાક્ષી શાહ ફાઉન્ડેશનમાં રાજકોટ પ્રથમ અને જયમીન વાછાણી ઈન્ટરમાં પ્રથમ

રાજકોટ, તા. ૬: ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટના બધાંજ વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. રાજકોટ શહેરમાં CA ફાઉન્ડેશનમાં ન્યૂ ગુરુકુલના વિદ્યાર્થીઓમાંથી સાક્ષી શાહે ૪૦૦ માંથી ૩૪૩ (૮૫.૭૫ ટકા) ગુણ મેળવીને રાજકોટ પ્રથમ રહ્યા છે. જ્યારે CA ઇન્ટરમાં જયમિન વછાણીએ ૬૦૦ માંથી ૪૦૮ માર્કસ મેળવી, CA Inter માં ટોપ કર્યું છે.
ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટ નાં સંચાલક નિકુંજ ચનાભટ્ટી એ જણાવ્યું કે પૂરા ભારત વર્ષ નું CA ફાઉન્ડેશન નું પરીણામ ૨૧.૫૨ ટકા અને કે ઇન્ટરનું ૧૪.૦૫ ટકા આવ્યું છે, જ્યારે ન્યુ ગુરુકુલનું , CA ફાઉન્ડેશનમાં ૬૨.૫ ટકા અને CA ઇન્ટરમાં ૫૩.૩૩ ટકા જેટલું ઝળહળતું રિઝલ્ટ હાંસલ કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પોતાની સફળતાનો મુખ્ય આધાર અહીં અપાતું વ્યક્તિગત માર્ગદર્શન છે, કારણ અહી એક બેચ માં માત્ર ૩૦-૪૦ વિદ્યાર્થીઓ જ હોય છે. ઉપરાંત નિષ્ણાત અને અનુભવી પ્રોફેશનલ CA, CS ની ટીમ દ્વારા પહેલે થી છેલ્લે સુધી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વળી ૫૦ થી વધારે તો મોક ટેસ્ટ એટલે કે prelims પણ લેવામાં આવે છે. ન્યુ ગુરુકુલ, વર્ષ ૨૦૦૦ થી ગુણવત્તાસભર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એટલે કે CA તૈયાર કરે છે.
CA ફાઉન્ડેશનનાં ટોપર્સ સાક્ષી શાહ ૩૪૩/૪૦૦, ડીસોઝા દેઓન ૩૪૦, મકવાણા અભય ૩૩૦, લોખંડવાલા હમઝા ૩૨૦, રામોલીયા જીલ ૩૦૦, ભારમલ સકીના ૨૯૦, પુઆર વિરાજ ૨૮૪, CA ઇન્ટરનાં ટોપર્સ જૈમિન વાછાણી ૪૦૮/૬૦૦, કંસારા હેત ૩૯૫, ચૌહાણ ઈશિતા ૩૯૫, કાલરીયા દીપ ૩૯૦, વાઘેલા સાહિલ ૩૫૧, રાવતની આયુષી ૩૩૩, નથવાણી મહેક ૩૧૭, મનાની ઉત્સવ ૩૦૯, હર્ષ મહેતા ૩૨૯, વોરા ધ્રુવી ૩૦૧, વિગેરે સ્ટુડન્ટ્સ એ જણાવ્યું કે, બધાં માને છે તેટલો આ કૉર્સ અઘરો નથી. અમે પહેલી થી નિકુંજ સરે આપેલી ગાઈડ લાઈન પ્રમાણે જ કામ કર્યું હતું. CA માં સફળ થવા તેમણે ૬ કલાક ન્યુ ગુરુકુલ અને ૬ કલાક ઘરે મહેનત કરી, કલાસ માં લેવાતી બધીજ વિકલી ટેસ્ટ્સ આપી હતી અને છેલ્લે ૨ મહિના ૫૦ થી પણ વધારે ન્યુ ગુરુકુલની મોક ટેસ્ટ આપી અને સફળતા હાંસલ કરી હતી.
ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટયૂટે ફરી એકવાર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો દ્વારા તેની પ્રતિષ્ઠાને સિદ્ધ કરી છે. વધુ માહિતી માટે ૯૮૨૫૭ ૯૦૭૪૦ ઉપર સંપર્ક કરી શકાશે.(૬.૧ર)
(4:17 PM IST)










