તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ? સત્તાવાર જાહેરાત સાંજે
બપોર રઃ૪પ કલાકે સમગ્ર રાજયના જીલ્લા, શહેરોના પ્રમુખોની યાદી લીક : નિરીક્ષકો પહોંચે તે પહેલા જ પ્રદેશનું લીસ્ટ જાહેર થઇ જતા અનેક તર્ક-વિર્તકોઃ પ્રદેશમાંથી મને સતાવાર જાણ નથી : માધવ દવે

રાજકોટ, તા., ૬: આજે શહેર ભાજપના અધ્યક્ષની જાહેરાત થનાર છે. ત્યારે સોશ્યલ મીડીયામાં નામની યાદી લીક થતા રાજકીય ચર્ચાઓએ જોર પકડયું છે.
લગભગ ૮ થી ૧૦ પાનાની ફાઇલમાં મોટા ભાગના શહેર જીલ્લાના પ્રમુખો નામ છે. જેમાંથી આજે સવારે જાહેર થયેલ જીલ્લા શહેર પ્રમુખોના નામ સચોટ છે. ત્યારે રાજકોટ શહેર માટે માધવ દવેનું નામ લખવામાં આવ્યું છે.
જો કે સતાવાર રીતે નામની જાહેરાત આજે સાંજે કલસ્ટર ઇન્ચાર્જ મયંક નાયક બંધ કવરમાંથી અધ્યક્ષ જાહેર કરનાર છે. દરમિયાન બપોરે ર.૪પ કલાકે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પાર્ટીની પરંપરા મુજબ ચુંટણી ઇન્ચાર્જ દ્વારા નામની જાહેરાત કરાઇ છે. બહાર આવેલ યાદીમાં મારૂ નામ છે.
તેમાં આપવામાં આવેલ મારી વિગતો પણ સાચી છે, ઉપરાંત અન્ય શહેર-જીલ્લાના અપાયેલ નામો પણ નિયુકત થયા છે એ પણ સાચુ છે. મને પ્રદેશ કક્ષાએથી કોઇપણ જાતની સુચના જવાબદારી અંગે મળેલ ન હોવાનું પણ માધવ દવેએ અંતમાં જણાવ્યું હતું.
(4:15 PM IST)










