<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાજકોટમાં શનિવારે બોલીવુડ સિંગર રૂપાલી જગ્‍ગાનો લાઇવ કોન્‍સર્ટ

૮ માર્ચ મહિલા દિને અટલ સરોવર ખાતે પરફેકટ ઇવેન્‍ટ દ્વારા જબરદસ્‍ત આયોજન એક એકથી ચડીયાતા સૂફી ગીતો, ગ્રુવી મ્‍યુઝિક અને રોમેન્‍ટીક મેલોડીઝ ગીતોની જમાવટ જામશેઃ પારિવારીક માહોલમાં યોજાશે ઇવેન્‍ટ

રાજકોટઃ બોલીવુડના યુવા ગાયીકા રૂપાલી જગ્‍ગા રાજકોટ આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, બરોડા જેવા મેગાસીટી જેવો જ આ મેગા લાઇવ કોન્‍સર્ટનું આયોજન રંગીલા રાજકોટમાં થઇ રહ્યું છે.

સૌ પ્રથમ વખત રાજકોટ શહેરના અટલ સરોવર ખાતે ૮ માર્ચના મહિલા દિવસ નિમિતે બોલીવુડ સિંગર રૂપાલી જગ્‍ગા નો મેગા લાઈવ કોન્‍સર્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજકોએ જણાવેલ છે કે  તાજેતરમાં દિલજીતસિંહ નું લાઈવ મેગા કોન્‍સર્ટ નું આયોજન થયેલ હતું. અમદાવાદ શહેર માં પણ જબરદસ્‍ત કોલ્‍ડ પ્‍લે નું આયોજન થયું હતું. જેમાં હજારો ની સંખ્‍યા માં ચાહકો જોડાયા હતા.પરંતુ રાજકોટ તે જ પ્રકાર નું સૌ પ્રથમ વખત બોલીવુડ સિંગર રૂપાલી જગ્‍ગા નું અટલ સરોવર ખાતે મહિલા દિવસ નિમિત્તે પરફેક્‍ટ ઇવેન્‍ટ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રૂપાલી જગ્‍ગા કે જેઓ બોલીવુડ ના જાણીતા પ્‍લે બેક સિંગર છે જેમના અનેક ગીતો પ્રખ્‍યાત થયા છે તેઓ ૮ માર્ચ ના રોજ રાજકોટ વાસીઓ ને સંગીત ના તાલે જુમાવવા આવી રહ્યા છે. જ્‍યાં લોકોને મળશે આધુનિક મ્‍યુઝિક સિસ્‍ટમ્‍સ, પારીવારીક વાતાવરણ અને મજબૂત સિકયુરિટી થી સજ્જ કાર્યક્રમ હશે. આ ઇવેન્‍ટમાં શ્રી રઘુવંશી યુવા શક્‍તિ સંઘનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.

રૂપાલી જગ્‍ગા કે જેઓ ની ઓળખ તેના સંવાદી અવાજ અને ધમાકેદાર બોલીવુડ હિટ્‍સ એક પછી એક સુપરહિટ ગીતો રજૂ કરી ને મંચ જ સામય બનાવી દેશે.  આ એક અનોખી મ્‍યુઝિકલ બોલીવુડ ઇવેન્‍ટ હશે કે જેમાં શાનદાર સૂફી ગીતો, ગ્રુવી મ્‍યુઝિક અને મધુર રોમેન્‍ટિક મેલોડીઝ નો સંગમ જોવા મળશે.

આ ઇવેન્‍ટના પાસની ટિકિટ સિલ્‍વર રૂા.૩૫૦, ગોલ્‍ડ રૂા.૫૦૦, વીવીઆઇપી ૮૦૦ રૂા. ફેન કલબના રૂા.૧૨૦૦ રાખેલ છે.

આ પાસ મેળવવા  પરફેક્‍ટ ઇવેન્‍ટનું ઓફિસ એડ્રેસઃ ૧૦૫, પ્રથમ માળ, બિઝનેસ કોર્નર, સિટી સેન્‍ટરની સામે, રૈયા રોડ, રાજકોટ. વધુ માહિતી માટે સંપર્ક નંબરઃ +૯૧૯૦૯૯૪૮૩૮૩૦. અટલ સરોવર ખાતેથી પણ ટિકિટ મળશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પરફેકટ ઇવેન્‍ટના આયોજકો રવિભાઇ લાખાણી, રાજભાઇ લાખાણી અને ધવલભાઇ કાછેલા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:12 PM IST)