<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાજય સરકાર આદિજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્‍ટ કવોટામાં મળતી શિષ્‍યવૃતિ પૂનઃ બહાલ કરેઃ આવેદન

છાત્ર યુવા સંઘર્ષ સમિતિની રજૂઆતઃ ૫૦ હજારથી બાળકો શિષ્‍યવૃતિથી વંચિત રહેશે

રાજકોટ તા.૬: છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કલેકટરને સૂત્રોચ્‍ચાર પ્રમાણે આજે આવેદન પાઠવી તેવી માંગણી કરી હતી. આવેદનમાં જણાવ્‍યું હતું કે,  આજથી થોડા દિવસો પહેલા કેન્‍દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલ કે ક્‍વોટા માં પ્રવેશ મેળવશે તેને શિષ્‍યવળત્તિ મળવા પાત્ર રહેશે નહીં. જે ઉમેદવાર મેનેજમેન્‍ટ આ જ સંદર્ભે ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા ૨૮ ઓક્‍ટોબર ૨૦૨૪ નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી vacant ક્‍વોટા માં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્‍ટ ક્‍વોટા માં પરિવર્તિત થઈ જશે. રાજ્‍ય સરકાર દ્વારા આ પરિપત્ર ૨૮/૧૦ ના રોજ કર્યો ત્‍યારે પ્રવેશ ની પ્રક્રિયા પૂરી થઈ ગયેલ હતી.

પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવળત્તિ યોજના માં મેનેજમેન્‍ટ કોટા માંથી શિષ્‍યવળત્તિ બંધ કરી ખૂબ અન્‍યાય કરી રહી છે. આ મનસ્‍વી ફરમાન ને કારણે આદિજાતિ સમાજ ના ૫૦૦૦૦ કરતા પણ વધુ બાળકો શિષ્‍યવળત્તિ થી વંચિત રહી શકે છે. આ પરિપત્રની અગાઉ જ જે સંસ્‍થાઓ એ vacant ક્‍વોટા માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂકયા છે (ડિપ્‍લોમા, ડીગ્રી, ફાર્મસી, ર્નસિંગ...) આ બધા વિદ્યાર્થીઓ જેને vacant ક્‍વોટા માં પ્રવેશ મળ્‍યો છે એ વિદ્યાર્થીઓને શિષ્‍યવળત્તિ મળવા પાત્ર રહશે નહીં તેવો રાજ્‍ય સરકારનો પરિપત્ર થયો છે.

જેને કારણે અનુસૂચિત જનજાતિ ની ગુજરાત માં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્‍વોટા માં પ્રવેશ પણ આપી દીધા છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્‍યા છે, તો હવે આ વિદ્યાર્થીઓને જો ફ્રીશિપ કાર્ડ કાઢી આપવામાં આવ્‍યા હોય તો તે શિષ્‍યવળત્તિ થી વંચિત કઈ રીતે રહી શકે ? એટલે રાજ્‍ય સરકાર નો આ જે અણઘડ નિર્ણય છે તે તાત્‍કાલીક પાછો ખેંચવો જોઈએ છે.

આથી CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી અને ટીમ દ્વારા માંગણી સાથે રાજ્‍ય સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી કે આ પરિપત્ર તાત્‍કાલીક રદ કરે જેથી આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં મેનેજમેન્‍ટ ક્‍વોટામાં મળતી શિષ્‍યવળત્તિ પુનઃ બહાલ થાય.

(3:50 PM IST)