<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

અમદાવાદમાં ૧પમી માર્ચથી ત્રણ દિવસ ‘મેગા બ્રાહ્મણ બિઝનેશ સેમિટ-૪'

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહમસમાજ (રાજયકક્ષા) દ્વારા સતત ચોથી વખત આયોજન ૩૦૦ કંપનીઓના સ્‍ટોલ, ૬૦૦ ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહેશે સાધુ-સંતો પણ આશીર્વચન આપશેઃ સફળ ઉદ્યોગકારો દ્વારા માર્ગદર્શન સેમીનાર, બ્રહ્મ પ્રતિભાઓનું સન્‍માન, સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ કેન્‍દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી આપશે

રાજકોટઃ શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા) દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ ડો.યજ્ઞેશ દવેના સાનિધ્‍યમા સમિટ-૪ યોજાવા જઈ રહ્યો છે.   બિઝનેસ સમિટ અમદાવાદનાં સાયન્‍સસિટી ખાતે સાયન્‍સસિટી વિજ્ઞાનભવનના વિશાળ ડોમની અંદર આગામી ૧૫,૧૬,૧૭ માર્ચ  ના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં, ૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્‍ટોલ હશે.‘સ્‍વ'નો નહીં પરંતુ ‘સૌ'નો વિચાર કરે એ જ બ્રાહ્મણ. આ વિચારના આધારે બ્રહ્મસમાજ સૌને મદદરૂપ થયો છે પરંતુ સમાજના પોતાના લોકો જયારે વેપાર, ઉદ્યોગ અને ધંધામાં હોય ત્‍યારે તેમને મદદરૂપ થવાનું કાર્ય સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે તે હેતુસર અગાઉની ૩ બિઝનેસ સમિટ સફળ રહી અને આ ચોથી બિઝનેસ સમિટનું આયોજન પણ સમાજના ટ્રસ્‍ટીઓ તેમજ સમાજની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં તમામ જીલ્લાના સમાજના જ્ઞાતિ મંડળો અને સંસ્‍થાઓ પણ જોડાશે. કેન્‍દ્ર તેમજ રાજય સરકારની બિન અનામત વર્ગ માટેની યોજનાઓ જન જન સુધી પહોંચે અને તેનો લાભ મળે તેના માટે પણ ખાસ સેમિનાર કરવામાં આવશે. જે લોકો રોજગારી માટે સ્‍ટાર્ટઅપ કરી રહ્યા છે તેવા લોકોને સમાજના સફળ ઉ્‌દ્યોગપતિઓ દ્વારા કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેમના ધંધા રોજગારમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય સાથે સાથે તેમના સફળતાના રહસ્‍યો અને એક બિઝનેસમેન કઈ રીતે સફળ થઈ શકે તેના પણ સેમિનાર કરવામાં આવશે.તેમ અકિલા કાર્યાલયે આવેલા આગેવાનોએ જણાવ્‍યું હતું.

 રોજગાર મેળા યોજવામા આ મેળામાં ૩૦૦ જેટલા ઉદ્યોગકારોના પોતાના સ્‍ટોલ હશે સાથે સાથે બ્રાહ્મણ સિવાયના ઉદ્યોગકારોને પણ સ્‍થાન આપવામાં આવશે જેનો ઉદ્દેશ્‍ય બ્રહ્મસમાજના યુવાનોને રોજગારી આપવાનો હશે. આ સમિટમાં રોજગારી માટે માત્ર બ્રાહ્મણ યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે, કારણ કે, આ બિઝનેસ સમિટનો ઉદ્દેશ્‍ય સમાજના યુવાનોને નોકરી અને રોજગાર મળી શકે તે માટેનો હોવાનું જણાવાયું છે. આ સમિટમાં પણ બ્રહ્મ સંતો અને મહંતશ્રીઓ દ્વારા કરવામાં આવશે.  મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે.

 બ્રાહ્મણોને એકબીજા સાથે જોડવાની પહેલ બ્રહ્મસમાજ દ્વારા ૨૦૧૮માં શરૂ થઈ અને અત્‍યારે ૪ થી સમિટ દ્વારા આ પહેલને આગળ ધપાવવાનું કાર્ય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્‍ક ભોજન વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે. બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્‍ટોલ પણ નોમિનલ કિંમતે આપવામાં આવશે. B2B અને B2C મિટિંગ પણ બ્રહ્મસમાજના ઉદ્યોગકારોની કરવામાં આવશે જેમાં પણ સમાજ મદદરૂપ થશે.

(3:39 PM IST)