<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રામવન જતા રોડ પરથી મેહુલ ઉર્ફે બટેકી ચોરાઉ બાઇક સાથે પકડાયો

થોરાળા પોલીસના એ.એસ.આઇ. દેવરાભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર અને હેડ કોન્‍સ જયદીપસિંહ જાડેજાની બાતમી

રાજકોટ, તા. ૬: રામવન જવાના રસ્‍તે આજીનદી તરફ થોરાળા પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રામવન જવાના રસ્‍તાપર એક શખ્‍સ ચોરાઉબાઇક સાથે ઉભો હોવાની થોરાળા પોલીસના એ.એસ.આઇ. દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, અને હેડકોન્‍સ જયદીપસિંહ જાડેજા ને બાતમી મળતા રામવન પાસેથી મેહુલ ઉર્ફે બટેકી ચંદુભાઇ મકવાણા (ઉ.વ. ૨૪) (રહે. કુબલીયા પરા શેરી નં. ૫) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો આ કામગીરી પીઆઇ.એન.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એમ એસ. મહેશ્વરી તથા એ.એસ.આઇ દેવશીભાઇ બાંભલા રાજેશભાઇ મેર હેડ કોન્‍સ. કિશોરભાઇ પરમાર, ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામા, કોન્‍સ જયરાજસિંહ કોટીલા સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા, રાકેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:32 PM IST)