<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

મહિલા દિને રાજકોટ પતંજલી યોગ સમિતિ દ્વારા નારી શક્‍તિને બિરદાવતો કાર્યક્રમઃ યોગ પર્ફોમન્‍સ

યોગ દ્વારા માનસીક, શારીરીક પ્રવૃતિઓ અંગે અપાશે માર્ગદર્શનઃ વિજેતા બહેનોનું શિલ્‍ડથી સન્‍માન

રાજકોટઃ પતંજલિ યોગ સમિતિ તથા મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા રાજકોટમાં મહિલા દિવસની ભવ્‍ય ઉજવણીનો કાર્યક્રમ યોજાએલ છે. જેમાં રાજકોટમાં ચાલતા યોગ ક્‍લાસીસના બહેનો દ્વારા અલગ અલગ યોગ પર્ફોમન્‍સ કરવામાં આવશે.

નારીશક્‍તિને બિરદાવવા આયોજીત આ કાર્યક્રમમાં ૧૦ પર્ફોમન્‍સ રજૂ કરવામાં આવશે. યોગ દ્વારા માનસિક, શારીરીક પ્રવૃતિઓ અંગે માર્ગદર્શન અપાશે.

આ પ્રોગ્રામ માટે રાજકોટ જીલ્લાના પ્રભારી નીતિનભાઇ કેસરીયા (મો.૯૪૨૮૨ ૩૧૮૭૩), નિશાબેન ઠુંમર(મો.૯૪૨૬૪ ૮૮૯૧૪)નો સંપર્ક કરવો.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્‍ટના ચેરમેન નટુભાઇ કોટક, પતંજલિ યોગ સમિતિના ગુજરાત દક્ષિણ ઝોનના અધ્‍યક્ષ લક્ષ્મણભાઇ પટેલ, યોગગુરૂ કિશોરભાઇ પઢિયાર, નટવરસિંહ ચૌહાણ, ભારત વિકાસ પરિષદના ગુજરાત પ્રાંતના સેક્રેટરી પ્રફુલભાઇ ગોસ્‍વામી ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ગુજરાત યોગ કોર્ડનેટર અનિલભાઇ ત્રિવેદીના હસ્‍તે બહેનોનું શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવશે. સંચાલન રાજકોટ પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી નીતિનભાઇ કેસરીયા અને રાજકોટ મહિલા પતંજલિ યોગ સમિતિના પ્રભારી નિશાબેન ઠુંમરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમનું સ્‍થળઃ લોહાણા સેવા મંડળ ટ્રસ્‍ટ કૃષ્‍ણ ચિકિત્‍સાલય, બસ સ્‍ટેશનની પાછળ, ડી કે શાહની હોસ્‍પિટલની બાજુમાં કનક રોડ, રાજકોટ. તા.૮, શનિવાર, સમય સાંજે ૪ થી ૬.

તસ્‍વીરમાં નટવરસિંહ ચૌહાણ-જીલ્લા અધ્‍યક્ષ, નિશાબેન ઠુંમર, નીતીનભાઇ કેસરીયા, અજયભાઇ જોશી, ધીરૂભાઇ ઠુમ્‍મર, પુનમબેન કટારીયા, અમીબેન બારૈયા, પુર્વીબેન કટારીયા, કૌશાબેન માંડલીયા, અંકીતાબેન રાણપરા, મીનાબેન ચોકસી, સંગીતાબેન રાણપરા, હસુભાઇ શીંગાળા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:30 PM IST)