તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
સર્વેશ્વર ચોક નાલાની લંબાઇ વધીઃ ૧.૮૦ કરોડનો ખર્ચ વધશે
૧૧૦ મીટર સામે ૧ર૦ મીટર વધારો કરાશેઃ પ્રાઇવેટ પ્રોપર્ટી નડી

રાજકોટઃ શહેરના યાજ્ઞીક રોડ પર ચોકમાં આવેલ નાલાની દુર્ઘટના બાદ ત્યાં નવુ બોક્સ ક્લવર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વોકળાને ડાયવર્ટ કરી નવુ બોક્સ કલવર્ટ બનાવવા માટે રૂા. ૪.૯૧ કરોડમાં કામ આપવામાં આવલે અને હાલ કામ ચાલુ છે ત્યારે ડી માર્કેશન વખતે સર્વેશ્વર ચોકમાં આવેલ પ્રાઈવેટ પ્રોપર્ટીના કારણે નવા નિર્માણાધીન બોક્સ કલવર્ટના એઈમેન્ટમાં થોડો બદલાવ કરવાના લીધે બોક્સ કલવટની લંબાઈ ૧૧૦ મીટરથી વધીને ૧૨૦ મીટર હોવાથી વધારાના લંબાઈના કારણે ખર્ચમાં વધારો કરવાનું જરૂરિયાત ઉભી કરવા અગાઉ મંજુર થયેલ રૂા. ૪,૯૧,૭૦,૫૮૯માં રૂા. ૧,૨,૫૩,૪૧૧નો વધારો કરી આ કામ રૂપિયા ૬,૭૪,૭૦,૦૦૦ના ખર્ચથી કરવામાં આવશે. અને રિવાઈઝ ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડીંમાં રજૂ કરવામાં આવી છે.
(4:31 PM IST)










