<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

બંધ કવરમાંથી અધ્‍યક્ષ મળશેઃ ચર્ચિત નામ ખુલશે કે ભાજપ પરંપરા જાળવશે :ખુલજા સીમ સીમ... સાંજે શહેર પ્રમુખની જાહેરાત

કશ્‍યપ શુકલનું નામ સૌથી આગળ પણ તેમને કચ્‍છ મોકલાતા નવાઇઃ દેવાંગ માંકડ હાલ બે પદ પર જવાબદારી નિભાવે છેઃ માધવ દવે એકાએક ઉભરતું નામ :જુઓ સંપૂર્ણ યાદી

રાજકોટ, તા. ૬: દેશભરમાં રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખાની કામગીરીનું દાયકાઓથી ઉદાહરણ આપવામાં આવે છે પરંતુ છેલ્લા થોડા સમયથી સંગઠનમાં જૂથવાદ પ્રસરી જવાના કારણે સ્‍થિતિ બગડી જવા પામી છે. નવા પ્રમુખ નિયુક્‍તી પ્રક્રિયામાં જે રીતે ડખો થયો તેનાથી રાજ્‍યભરમાં રાજકોટની આબરૂંનું ધોવાણ થઇ ગયું છે. છેલ્લા બે મહિનાથી અટકેલી સંગઠન રચનાની પ્રક્રિયા ભાજપ દ્વારા આજ સવારથી પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. બપોર સુધીમાં ૧૩ જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્‍યા છે.

રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખના નામ રાત્રે જાહેર કરવામાં આવનાર છે. જેમાં ભાજપ સરપ્રાઇઝ આપી શકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. હાલ જે નામો ચાલી રહ્યા છે. તે પૈકીના નામોને સાઇડમાં મૂકી પક્ષ દ્વારા કોઇ અણધાર્યું નામ જાહેર કરાય તેવી શકયતા પણ ભારોભાર રહેલી છે. કાર્યકરોમાં જબ્‍બર ઉત્તેજના વ્‍યાપી જવા પામી છે. એક જૂથ એવું માની રહ્યું છે કે કોઇ કાળે મુકેશભાઇ દોશીને રિપીટ કરવામાં આવશે નહિં. જ્‍યારે એક જૂથ અંદરખાને એવું પણ ઇચ્‍છી રહ્યું છે કે રિપીટ થવાની શકયતા જણાઇ રહી છે.

જે રીતે નગર પાલિકામાં ભાજપે પ્રમુખ પદ મહિલાઓને આપ્‍યું અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ખડી સમિતિના ચેરમેન પદે મહિલા કોર્પોરેટરની નિમણુંક કરવામાં આવી તેના પરથી એક શકયતા એવી પણ જણાઇ રહી છે કે શહેર ભાજપ પ્રમુખ પદે મહિલાને જવાબદારી સોંપાઇ શકે છે.

જાન્‍યુઆરીમાં શહેર ભાજપ પ્રમુખ પદ માટે ચુંટણી નિરિક્ષકોને મોકલીને દાવેદારી સ્‍વીકારવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ મેળવવા માટે ૨૯ નેતાઓએ ફોર્મ ભર્યા હતા. વર્તમાન અધ્‍યક્ષ મુકેશ દોશીને રિપીટ ન કરવા માટે ગઇકાલ રાત સુધી હરિફ જૂથે પ્રદેશના તમામ મોટા માથાઓને ધારદાર રજૂઆત કરી હતી. આવામાં એક વાત બહું નિヘતિ મનાઇ રહી છે કે મુકેશભાઇને રિપીટ કરવામાં ન આવે. અત્‍યારના સમીકરણો મુજબ શહેર ભાજપ પ્રમુખ પદ માટે કશ્‍યપ શુક્‍લ સૌથી પ્રબળ દાવેદાર મનાઇ રહ્યા છે. એક જૂથ એવું પણ માની રહ્યું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણુંક પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનો હાથ ઉપર રહેશે. આવામાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય દેવાંગભાઇ માંકડનું નામ પણ ચર્ચા છે.

ભાજપ દ્વારા મોટા ભાગે ચર્ચાતા નામોને હોદ્‌ો આપવામાં આવતો નથી. નરેન્‍દ્રભાઇ-અમિતભાઇની જોડી સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે. બંધકવરમાંથી કોનું નામ ખૂલશે તે કહેવું કે અંદાજો લગાવવો ખૂબ જ મુશ્‍કેલ બની જાય છે. શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખનું છેલ્લા બે માસથી ગુંચવાયેલું કોકડું આજે રાત્રે ઉકેલાઇ જશે. જો કે, ૨૯ દાવેદારો પૈકી મોટાભાગનાને અંદરખાને એવો ડર સતાવી રહ્યો છે કે પક્ષ રાજકોટ માટે સરપ્રાઇઝ આપશે. એવું પણ બની શકે છે કે પ્રમુખ પદ માટે દાવેદારી ન કરનારને પણ અધ્‍યક્ષ બનાવી શકે.

હાલ કશ્‍યપ શુક્‍લ અને દેવાંગ માંકડ સાથે શહેર ભાજપના વર્તમાન મહામંત્રી માધવ દવેનું નામ પણ ચાલી રહ્યું છે.(૬.૧૬)

(3:33 PM IST)