<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્‍વામી સામે ફોજદારી ગુન્‍હો નોંધવા ફરીયાદ

રાજકોટના એડવોકેટ જયભારત ધામેચાએ પોલીસ કમિશ્નર સમક્ષ લેખીત ફરીયાદ આપી ભારતીય ન્‍યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્‍હો નોંધવા કરી માંગણી

રાજકોટ, તા., ૬: સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિષે અપમાનજનક બફાટ અને ટીપ્‍પણીઓ કરી હિન્‍દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની કોશીષ કરનાર સુરત-અમરોલી  સ્‍વામી નારાયણ મંદીરના જ્ઞાનપ્રકાશ સ્‍વામી  સામે ભારતીય ન્‍યાયસંહિતાની કલમ-ર૯૮, ર૯૮, ૩૦ર અને ૩પ૬ સહીતની કલમ હેઠળ ફોજદારી રાહે ગુન્‍હો નોંધવા પોલીસ કમિશ્નર રાજકોટને સંબોધી લેખીત ફરીયાદ એડવોકેટ જયભારત ધામેચા દ્વારા આપવામાં આવી છે.

આ ફરીયાદ અરજીમાં જણાવાયું છે કે, આ કામના આરોપી એક સ્‍વામીનારાયણ વડતાલ સંપદાયમાં સંત તરીકે વરણી થયેલા છે.  એક સત્‍સંગ સભા સુરતમાં ચાલતી હતી તે સત્‍સંગ સભામાં ધર્મ વિશેની વાત કરવાની હોય પરંતુ આ સભામાં આ કામના આરોપીએ રઘુવંશી સમાજનાં ધર્મગુરૂ સંત શીરોમણી જલારામ બાપા વીશે ખોટી બફાટ વાતો કરીને તથા તેમના વિરુધ્‍ધ ખોટી ટીપ્‍પણી કરેલ હતી. જેને લઇ રઘુવંશી સમાજમાં અને પુ. જલારામ બાપાના વિશાળ અનુયાયી વર્ગમાં રોષ ફેલાયો છે. સ્‍વામીનારાયણ સંપ્રદાયમાંથી તેમને હાંકી કાઢવા જોઈએ જેથી તેનું લાંછન સંપુર્ણ સ્‍વામીનારાયણ સંપ્રદાય ૫૨ ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હીન્‍દુ ધર્મને બદનામ ન કરે.

 રઘુવંશી સમાજના સંતશ્રી જલારામ બાપા એક મહાન સંત છે.  ત્‍યારે સુરતમાં એક સત્‍સંગ સભા દરમિયાન આ કામના આરોપી જ્ઞાનપ્રકાશ સ્‍વામીએ પોતે હીન્‍દુ ધર્મનુ પુરતુ જ્ઞાન ધરાવતા ન હોય અને સત્‍સંગ વીશેનું પણ પુરતુ જ્ઞાન ન હોય વ્‍યાસ પીઠ પર બેસીને સત્‍સંગ સભામાં સંતશ્રી જલારામ બાપાનાં અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્‍વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જલારામ બાપાને સારો એવો સાધુ સંતોનો સબંધ હતો જેને કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી રહયા છે. આમ આ કામના આરોપીએ કયા શાષામાં વાંચીને આ સંભળાવેલુ છે અને આ બાબતનો કઈ જગ્‍યાએ ઉલ્લેખ છે અને જલા ભગત વીશે થયેલ વાર્તાનો વ્‍યાસ પીઠ પર બેસીને ખોટી ધર્મ વીશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે.

વધુમાં એવુ જણાવેલ કે ગુણાતીતાનંદ સ્‍વામીનાં કારણે જ વીરપુરમાં સદાવ્રત ચાલી રહેલ છે એવી સત્‍સંગ સભા દરમીયાન ખોટી વાર્તાઓ કહીને રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે.

સત્‍સંગ વીશેનો સંપુર્ણ ખ્‍યાલ ન હોય અને આપણા હીન્‍દુ ધર્મના સંતો તથા ગુરૂઓ વીશે કઈ રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા ૫૨ ભોજલરામ બાપાનાં આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાનાં આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નીષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્‍પ હતો કે મારે વીરપુરમાં એક સદાવતની ઈચ્‍છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્‍ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલ. જેના કા૨ણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહયું છે.  અગાઉ પણ  સ્‍વામીનારાયણ સંપ્રદાયનાં સંતો અવાર નવાર ખોટી વાતો કરીને હીન્‍દુ ધર્મને બદનામ કરવાનો તથા  હીન્‍દુ ધર્મ વીશે ટીપ્‍પણીઓ કરી બફાટ કરતી વાતો કરીને ૨ઘુવંશી સમાજનું તથા સંતશ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે.

માટે જ્ઞાનપ્રકાશ સ્‍વામી  વીરપુર જલારામ બાપાનાં મંદીર ઉપર આવીને જાહેરમાં માફી માંગી અને લેખીત માફીનામું આપી બીજી વાર આવી ભુલ ન થાય તે  માટે આ ફોજદારી ફરીયાદ નોંધી ફોજદા૨ી રાહે કાર્યવાહી ક૨વા  જયભારત ધામેચાએ માંગણી કરી છે.

(3:30 PM IST)