<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સ્‍પીડવેલ ચોક પાસે જીવરાજ પાર્ક ડીલેવરીમેનના રર પાર્સલોની ચોરી કરનારા વિવેક શીયાળ પકડાયો

તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, બલભદ્રસિંહ જાડેજાની બાતમીઃ શ્રીનાથજી ચોક પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૬: નવા દોઢસો ફૂટ રોડ પર આવેલ શ્રીનાથજી ચોક પાસેથી તાલુકા પોલીસે બાતમીના આધારે ડીલેવરીમેનના સ્‍કુટરમાં ટીંગાડેલા થેલામાંથી રૂા. ૧પ હજારના પાર્સલોની ચોરી કરનારા શખ્‍સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સ્‍પીડવેલ ચોક નજીક આવેલ પ્રધ્‍યુમન એમ્‍પાયર નામના એપાર્ટમેન્‍ટના ગેઇટ પાસેથી તથા વસંત વાટીકા પાસેથી તથા જીવરાજ પાર્ક રીવેરા આઇકોન-બી પાસેથી ડીલેવરી મેનના સ્‍કુટરમાં ટીંગાડેલા થેલામાંથી કોઇ અજાણ્‍યો શખ્‍સ ગ્રાહકોના પાર્સલોની ચોરી કરી ગયો હોવાની ફરીયાદ તાલુકા પોલીસમાં તા. ૪ના રોજ નોંધાઇ હતી. આ બનાવમાં પોલીસે સીસી ટીવી ફૂટેજમાં એક શખ્‍સ જોવા મળતા પોલીસે તેને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન નવા દોઢસો ફૂટ રોડ પર આવેલ શ્રીનાથજી ચોક પાસે એક શખ્‍સ ચોરાઉ પાર્સલ સાથે ઉભો હોવાની તાલુકા પોલીસના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ અને બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા સ્‍ટાફ સાથે ન્‍યુ દોઢસો ફૂટ રોડ શ્રીનાથજી ચોક કરણ અર્જુન પાર્ટી પ્‍લોટ પાસેથી વિવેક જાદવભાઇ શીયાળ (ઉ.વ. ૧૯) (રહે. જસદણના બળધુઇ ગામને પકડી લઇ રૂા. ૧પ,પ૦૦ની કિંમતના બુટ, ચપ્‍પલ, અંડરવીયર તથા અલગ અલગ કપડા, દવા, કોસ્‍મેટીક, શેમ્‍પુ તથા બાઇક મળી રૂા. પપ,પ૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પી.આઇ. ડી. એમ. હરિપરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એચ. મહારાજ, હેડ કોન્‍સ. કૌશૈન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, કોન્‍સ. સંજયભાઇ માંડાણી, મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહિલ, મહાવિરસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી દ્વારા કરવામાં આવી હતી.

(3:00 PM IST)