News of Thursday, 6th March 2025
આવાસ ભાડે આપનાર ચેતજોઃ દંડ ધરખમ વધશે
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૫૭ દરખાસ્તો : લાભાર્થીઍ ભાડેથી આપેલા કવાર્ટરમાં પ્રથમ વખત પાંચ હજારથી તબક્કાવાર ૨૦ હજારનો દંડ અને આવાસ ફાળવણી રદ સુધીના પગલા લેવાશેઃ ગત સ્ટેન્ડિંગમાં પેન્ડીંગ રહેલ કર્મચારીઅોને તબીબી સહાય, હરીહર ચોકમાં બોકસ કલર્વટ, ચાર મીની ફાયર ફાયટર ખરીદાશે, મુંજકામાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વિવિધ વિસ્તારોમાં વિકાસકામો, કાર્યક્રમ ખર્ચ થશે મંજુર

રાજકોટ તા. ૬: મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે તા.૭ના મળનાર છે. આ બેઠકમાં ગત સ્ટેન્ડિગમાં પેન્ડિગ થયેલ કર્મચારીઓ અને અધિકારીઓને તબીબી સહાય સાથેની અલગ અલગ કામોની ૫૭ દરખાસ્ત કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવી છે. જે પૈકી અલગ અલગ પ્રકારની આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ દ્વારા આવાસ ભાડેથી આપવામાં આવે છે. તેની વિરુદ્દ ચેકીંગ કાર્યવાહી કરી આવાસો સીલ કરાતા હોય છે. જેમાં હવે નિયમ મુજબ ભાડેથી આપેલા અને સીલ થયેલા આવાસો પરત અરજદારને ખોલી આપવા માટેના દંડમાં ભારે વધારો કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.
મનપાની સ્ટેન્ડીંગમાં આવાસ યોજનાના સીલ થયેલા ક્વાર્ટર પરત આપવા માટે દંડમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભાડેથી આપેલા આવાસો સીલ થયા બાદ અરજદાર પાસેથી પરત લઈ લેવામાં આવતા હતાં તેમજ લાગતુ હતું પરંતુ હવે આવાસ વિભાગે નવો નિયમ સીલખોલવાનો અમલમાં મુકયો છે. જેમાં પ્રથમ વખત ભાડે આપેલ આવાસનું સીલ ખોલવા માટે રૂપિયા પાંચ હજાર પેનલ્ટી તેમજ આજ આવાસ બીજી વખત સીલ થાય ત્યારે ખોલવા માટે રૂપિયા ૧૦ હજાર અને ત્રીજી વખત આવાસ સીલ થશે તો રૂા. ૨૦ હજારનો દંડ વસુલવામાં આવશે. જેની સામે ચોથી વખત આવાસ સીલ થયે ફાળવણી રદ કરવા સહિતના પગલા લેવામાં આવશે.
હરીહર ચોકમાં નવુ બોક્સ કલવર્ટ બનશે
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સદર પોલીસ સ્ટેશન પાસે રિયલ ચોકમાં જુનું બોક્સ કલવર્ટ કે જેની દિવાલ ગત ચોમાસામાં પડી ગયેલ આથી આ નાલુ ભયજનક હોવાથી તેના સ્થાને નવુ નાલુ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં રિનોવેટીવ એન્ટરપ્રાઈઝ દ્વારા સૌથી ઓછા પરંતુ ૧૩.૧૫ ટકા ઓનથી ભાવ આવતા હવે રૂપિયા ૧.૯૯ કરોડના ખર્ચે નવુનાલુ બનાવવામાં આવશે. સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મંજુર થયા બાદ વર્કઓર્ડર આપી તુરંત કામ ચાલુ કરાવવામાં આવશે.
મુંજકામાં રૂા. ૨.૮૯ કરોડના ખર્ચે બનશે આરોગ્ય કેન્દ્ર
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રાજકોટમાં નવા ભળેલા મુંજકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂા. ૨.૮૯ કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ આરોગ્ય કેન્દ્ર અદાજે ૧૨૫૬ ચો.મી. પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફલોરમાં એક ક્ધસલ્ટીંગ રૂૂમ, એક મેડીકલ રૂૂમ, એક ઇમરજન્સી વોર્ડ, એક લેબોરેટરી, વેઇટીંગ એરીયા, લેડીઝ/જેન્સ ટોયલેટ તેમજ ફર્સ્ટ ફલોરમાં પુરૂૂષ તથા લેડીઝ માટે એક-એક વોર્ડ, એકસ્ત્રીઓ માટેનો વોર્ડ, એક સ્ટોર રૂૂમ, એક રેસ્ટ રૂૂમ, એક લેબોરેટરી, એક હેન્ડીકેપ ટોયલેટ બ્લોક તથા સેન્ડર ફલોરમાં એક ડાયાલીસીસ રૂૂમ, એક રેસ્ટ રૂૂમ, એક કોન્ફરન્સ રૂૂમ, એક આર.બી.એસ.કે. રૂૂમ, અને એક સ્ટોર રૂૂમ એમ મળી કુલ-૧૩૩૨.૬૯ ચોરસ મીટરમાં બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વિવિધ લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમો તેમજ તિરંગા યાત્રા અને પતંગોત્સવ તથા લોકડાયરો સહિતના કાર્યક્રમોના ખર્ચને મંજુરી તથા અલગ અલગ વોર્ડમાં ભુગર્ભ ગટર ફરિયાદનો નિકાલ ડામર કાર્પેટ તેમજ સફાઈ કર્મચારીઓ અને સ્ટાફ માટે જરૂરી સાધન-સામગ્રીની ખરીદી નવી વોર્ડ ઓફિસ તથા નવુ આરોગ્ય કેન્દ્ર, સીસી રોડ, પેવીંગ બ્લોક, ડીઆઈ પાઈપલાઈન સહિતના કામોનો ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.(૨.૩૧)
ઇજનેરોની ગણતરી ‘‘ઉણાં'': ૬ વોર્ડમાં ૭૪.૩૯ કરોડના કામ ૧૧.૯૭ ટકા ઓનથી અપાશે
રાજકોટ તા. ૬: મહાનરપાલિકા દ્વારા રોડ-રસ્તાઓ ડિઝાઈન મુજબ બનાવવા માટે દર વર્ષે નવા વિસ્તારોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ આ વર્ષે બે વર્ષનું કામ એક સાથે આપવા માટે ટેન્ડર કરવામાં આવેલ જેમાં વેસ્ટઝોન હેઠળના વોર્ડ નં. ૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં ડિઝાઈન રોડનું કામ બેવર્સ કરવામાટે પ્રથમ વર્ષ રૂા. ૨૯.૬૫ કરોડ સહિત બે વર્ષનું કામ રૂા. ૭૪.૩૯ કરોડના ખર્ચે એવન એજન્સીમાં ૧૧.૯૭ ટકા ઓન ભાવ આવ્યા. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પેવર કામ તેમજ રોડ-રસ્તાના કામો આપવામાં આવી રહ્યા છે. જેનું એસ્ટીમેટ તૈયાર કરવાની ફાવટ અધિકારીઓ પાસે હોય છે. છતાં વખતો વખત અધિકારીઓ દ્વારા એસ્ટીમેન્ટની રકમ નીચી દર્શાવી એજન્સીઓ પાસેથી ઓનથી કામ કરાવવામાં આવી રહ્યું છે. અનુભવી અધિકારીઓ હોવા છતાં આ વખતે પણ બે વર્ષનું રૂા. ૭૪.૩૯ કરોડનું કામ ૧૧.૯૭ ટકા ઓનથી આપવામાં આવશે.(૨.૩૧)
રેસકોર્સ સ્વિમીંગ પુલમાં પ્રથમ ચિલ્ડ્રન સાવર રૂમ બનશેઃ એપ્રિલમાં થશે પુનઃ પ્રારંભ
રાજકોટ તા. ૬: રેસકોર્સ સંકુલમાં આવેલ સ્વીમીંગ પુલમાં ટાઈલ્સ લગાવવા સહિતનું રિપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ સ્વિમીંગ પુલમાં ચિલ્ડ્રન સાવર રુમ અને કોચ રૂમ બનાવવાનો નિર્ણય લઈ આ કામના રિવાઈઝ ખર્ચને મંજુરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અને રૂા. ૧.૩૯ કરોડનો વધારાનો ખર્ચ કરી ૬ માસની અંદર સ્વિમીંગ પુલનો અન્ય રિપેરીંગ કામની સાથો સાથ પુલ પાસે ચિલ્ડ્રન સાવર રુમ અને કોચ રૂમ બનાવવામાં આવશે. જેના લીધે હવે આ સ્વિમીંગ પુલ શિયાળા દરમિયાન ચાલુ કરવામાં આવશે. (૨.૩૧)
(2:57 PM IST)










