તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહના કાર્યાલયનો દબદબાભેર પ્રારંભઃ ભારે ઉત્સાહ
પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાનાર

વિવિધ રઘુવંશી સંસ્થાઓના હોદેદારો, આગેવાનો, અગ્રણીઓ, રઘુવંશીઓની ઉમળકાભેર હાજરી : ભવ્ય-દિવ્ય-જાજરમાન ભાગવત સપ્તાહને એકતા-સંગઠન થકી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થશેઃ દરરોજ હજારો લોકો ઉમટશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે : કાર્યાલયનું સ્થળઃ ડો. નિતિનભાઇ લાલનું પ્રિમાઇસીસ, મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, રાજકોટ રહેશે : હકારાત્મક અભિગમ સાથે સમાજ ઉત્કર્ષતા સતત સેવાકીય કાર્યો કરવા તે રાજકોટ લોહાણા મહાજનનું લક્ષ્ય છેઃ રાજુભાઇ પોબારૂ : પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહને કારણે સમગ્ર સમાજમાં એક નવી ઉર્જા ઉત્પન થશેઃ ડો. નિશાંતભાઇ ચોટાઇ
રાજકોટ, તા. ૬: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા પિતૃઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રી તા. ૩૦ માર્ચ ર૦રપ થી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન-અલૌકીક આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે ખાસ કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ રઘુવંશી સંસ્થાઓના હોદેદારો, આગેવાનો, અગ્રણીઓ, રઘુવંશીઓ ભારે ઉત્સાહ સાથે ઉમળકાભેર જોડાયા હતા.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહને સમાજ એકતા અને સંગઠન થકી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થશે. દરરોજ હજારો ભાવિકો કથાશ્રવણ તથા દિવસના અંતે મહાપ્રસાદનો લાભ લેશે. કથાનો સમય બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે.
ભાગવત સપ્તાહને દરરોજ ‘અકિલા લાઇવ' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી, નિહાળી શકે તે માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભાગવત સપ્તાહના આયોજન ને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હુંફ મળી રહયા છે.
રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટી મંડળ-ટીમની ભારે જહેમત સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ રહી છે, જેના માટેના કાર્યાલયનું સ્થળઃ ડો. નિતિનભાઇ લાલનું પ્રિમાઇસીસ, મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી. ઓફીસ સામે, ટાગોર રોડ, રાજકોટ રહેશે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલ સૌકોઇએ ખભ્ભે-ખભ્ભા મિલાવી અને તન, મન, ધનથી પવિત્ર ભાગવત સપ્તાહને ‘ન ભુતો ન ભવિષ્યતી' કહેવત અનુસાર સફળ બનાવવાનો કોલ આપ્યો હતો.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષીય ઉદબોધન કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે જ્ઞાતિ ઉત્કર્ષ-સમાજ ઉત્કર્ષના સતત સેવાકીય કાર્યો કરી હકારાત્મક અભિગમ સાથે તમામ લોકોને સાથ-સહકાર આપવો તે રાજકોટ લોહાણા મહાજનનું લક્ષ્ય છે. અલૌકીક ભાગવત સપ્તાહ થકી રાજકોટના રઘુવંશી સમાજને એક વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થશે, પરિણામે સંગઠન અને સમાજ એકતામાં વધારો થશે. વ્યાસાસન ઉપરથી પૂ. જીગ્નેશદાદાની દિવ્યવાણીથી ખુબ પવિત્ર વાતાવરણનું નિર્માણ થશે તેવું પણ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું.
રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ પોતાના વકતવ્યમાં લોહાણા મહાજનની સતત ચાલતી સામાજીક, સેવાકીય, ધાર્મીક, સાંસ્કૃતિક, તબીબી, શૈક્ષણિક, રોજગારલક્ષી, પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો. સાથે સાથે પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહને કારણે સમગ્ર સમાજમાં એક નવી ઉર્જા ઉત્પન થશે તેવું પણ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું. અંતમાં આભારવિધિ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન કોટકે કરી હતી તથા કાર્યક્રમનું સફળતા પુર્વક સંચાલન લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. પરાગભાઇ દેવાણીએ કર્યુ હતું.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. નિતિનભાઇ લાલ, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચીશ્રી ધવલભાઇ કારીયા, મહાજનના ટ્રસ્ટીઓશ્રી કિશોરભાઇ કોટક, મુકેશભાઇ પાબારી, ડો. જનકભાઇ ઠક્કર, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, લોહાણા અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના હોદેદારો શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, પરેશભાઇ તન્ના, યોગેશભાઇ જસાણી, ડો. હિમાંશુભાઇ ઠક્કર, હસુભાઇ ભગદે, શાંતનુભાઇ રૂપારેલીયા, મેહુલભાઇ નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, હિતેનભાઇ પારેખ-દક્ષિણી, કિરીટભાઇ કેશરીયા, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, જશુમતીબેન વસાણી, અશોકભાઇ મીરાણી, મનિષાબેન કોટક-પારેખ, બિંદિયાબેન અમલાણી, ડો. ભાવનાબેન શીંગાળા, મીનાબેન જસાણી, પ્રકાશભાઇ સૂચક, કમલાબેન ભાગ્યોદય, વિવિધ મહિલા મંડળોના હોદેદારો, નિલેશભાઇ જોબનપુત્રા, પ્રજ્ઞેશભાઇ સૂચક, પ્રદિપભાઇ સચદે સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
(11:56 AM IST)










