તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
સૌની યોજનાનું નર્મદા નીર મળ્યા બાદ પણ શહેરને પાણી ઘટશે!
કમલમ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની પાણી પ્રશ્ને મીટીંગ મળીઃ ચિંતિત :પાઇપલાઇનથી આવતા પાણીના વિકલ્પ આપવા સરકારમાં શાસકો ધામા નાંખશેઃ માર્ચમાં આજી, ન્યારી છલોછલ કરવા માંગ

રાજકોટઃ તા. ૫: આ વખતે આકરા ઉનાળાના પડધમ વાગી ચૂકયા છે તાપમાન માં સતત વધારો થતા લોકોને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી અને ન્યારીમાં પાણીની સપાટી ઘટતા તંત્રવાહકો દ્વારા રાજય સરકાર પાસે નર્મદાનીરની માંગણી કરવામાં આવી છે.
જો કે જાણવા મળેલ બંને ડેમની સ્થિતિ મુજબ નર્મદાનીર મળ્યા પછી પણ શહેરમાં પાણી ઘટે તેવી શકયતા છે. આજે પરિસ્થિતિની સમીક્ષા માટે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ હતી જે રદ્ થઇ હતી. જે હવે આવતીકાલે યોજાશે.
શહેરની દૈનિક જરૂરીયાત ૪૩૦ એમએલડી ની છે. તેમાંથી ૧૩૫ એમએલડી પાઇપ લાઇન મારફત મળે છે. ત્યારે નર્મદાનીર રાજકોટની ૨૫ ટકા વસ્તીની પાણીની માંગ પૂરી કરી છે.
રાજકોટને દરરોજ ૨૦ મીનીટ પાણી પુરૂ પાડવા માટે ૪૪૦ એમએલડીની જરૂરીયાત રહે છે. ત્યારે આજી-૧ માંથી ૧૩૦, ન્યારી-૧ માંથી ૧૪૦ તથા ભાદર-૧ માંથી ૩૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. આમ ૪૪૦ એમએલડીી સામે ૩૦૫ એમએલડી પાણી મળતુ હોય બાકીનું ૧૩૫ એમએલડી પાણીનર્મદા પાઇપલાઇન દ્વારા પહોંચાડાય છે.
પ્રાણ પ્રશ્ન પાણી અંગે ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. મનપાના વોટર વર્કસ ચેરમેન અશ્વિન પાંભર સાથે પાંચ પદાધિકારીઓ ઉપરાંત અધિકારી શ્રી દેથરીયા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇને મળવા જનાર છે.
મનપાના પદાધિકારીઓ-અધિકારીઓની ટીમ પાણી પુરવઠા મંત્રી બાવળીયાને મળીને બેડીથી આવતી પાણીની પાઇપલાઇનનો વિકલ્પ આપવા રજુઆત કરવાની સાથે માર્ચ માસમાં આજી-ન્યારી સૌની યોજનાથી ભરી દેવા માંગ કરનાર હોવાનું જાણવા મળેલ છે. જો બેડી સુધી આવતુ પાણી કોઇ વિધ્ન વિના મળે તો શહેરીજનોને સરળતાથી વિતરણ કરી શકાશે. (૯.૩૮)
(4:15 PM IST)










