<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ડો.જય તુરખીયાની કમાલઃ ઉંધા ખંભાના સાંધા બદલવાની જટીલ સર્જરી સફળ

ચારકોટ સોલ્‍ડર રોગની ગુજરાતમાં સોૈપ્રથમવાર રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં પ કલાક જટીલ સર્જરી ચાલીઃ દર્દીઓ માટે આર્થોપેડીક વિભાગના નિષ્‍ણાંત તબીબોની સેવા

રાજકોટ  તા. પ :.. ભગવાને માનવ શરીરની અદ્‌્‌ભૂત રચના કરી છે. માનવ શરીરમાં નવા-નવા રોગ ઉદ્‌્‌ભવતા હોય છે ત્‍યારે ઘણા કેસમાં કુદરતને પડકાર આપી ડોકટરો દર્દીને સ્‍વસ્‍થતા તરફ દોરી જાય છે. રાજકોટની સીવીલ હોસ્‍પીટલમાં છેલ્લા ૬ વર્ષથી ઓર્થોપેડીક સર્જન ડો. જય વસંતભાઇ તુરખીયાએ પણ ભારતભરમાં ચારકોટ (ખભાની) સર્જરીનો જટીલ અને ખુબ જ પડકારજનક કેસની સફળ સર્જરી કરી છે.

ડો. જય તુરખીયાએ ‘અકિલા' ખાતેની મુલાકાતમાં જણાવેલ કે, ગરીબ મહિલા દર્દીના ખભાનો સાંધો ઘસાઇ ગયો હતો. ખાનગી હોસ્‍પીટલમાં આ ઓપરેશન લગભગ ૬ લાખના ખર્ચે થાય છે. ચારકોટ સોલ્‍ડરમાં દર્દીને પોતાના રોજીંદા કામમાં મુશ્‍કેલીની સાથે દુઃખાવો પણ સહન કરવો પડે છે. અમુક અંશે પેરાલીસીસ જેવી સ્‍થિતિ બને છે.

આ રોગમાં ખભાના સ્‍નાયુમાં જીવ રહેતો નથી. કુદરતને પડકાર આપીને ડો. જય તુરખીયાએ લેટેસ્‍ટ ટેકનોલોજી દ્વારા ઉંધા ખભા બદલવાનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાડયુ હતું. લગભગ પ કલાક ચાલેલી સર્જરીમાં જો દોરાવાર પણ ચૂક થાય તો દર્દીની નસમાંથી લોહીના ફૂંવારા થાય અને હાથ કાપવો પડે તેવી સ્‍થિતિ ઉભી થઇ જાય છે.

ડો.જય તુરખીયા દ્વારા અત્‍યાર સુધીમાં પ હજાર જેટલી સર્જરી કરવામાં આવી છે. ચારકોટ અંગે તેમણે જણાવેલ કે, મુખ્‍યત્‍વે આ રોગ ગળાના મણકાના દબાણ (સીરીંગો માઇલ્‍યા)ના કારણે થાય છે. ૪૫ થી ૫૫ વર્ષની વચ્‍ચે ચારકોટ થવાની શકયતા હોય છે. વિશ્વભરમાં અમેરિકા- જર્મનીમાં જ આર્ટીફીશ્‍યલ સોલ્‍ડર બને છે. રિવર્સ સોલ્‍ડર રિપ્‍લેસમેન્‍ટ ચારકોટમાં હજી સુધી ભારતમાં કરવામાં આવ્‍યું નથી.

હાલ દર્દીને કોઇ અન્‍ય તકલીફ નથી અને હવે પછી તેમની ફિઝીયોથેરાપી શરૂ થશે અને લગભગ બે મહિના બાદ દર્દી પોતાનો હાથ ૯૦ ટકા સુધી હલન-ચલન કરી શકશેનું ડો.જય તુરખીયાએ જણાવ્‍યુ હતું.

ગુજરાતમાં સૌ પ્રથમવાર ચારકોટ શોલ્‍ડર રોગ માટે રિવર્સ શોલ્‍ડર રિપ્‍લેસમેન્‍ટ એટલે કે ઉંધા ખભ્‍ભાના સાંધા બદલવાનું ઓપરેશન ડો. જય વસંતભાઇ તુરખીયા દ્વારા વિના મુલ્‍યે રાજકોટ સિવિલ હોસ્‍પીટલ ખાતે ઓર્થોપેડિક વિભાગમાં ડો. શૈલેશ રામાવતના યુનિટ હેઠળ કરવામાં આવ્‍યું હતું.

ચારકોટ શોલ્‍ડર એ ખૂબ જ જટીલ રોગ હોય છે જેમાં દર્દીના ખભ્‍ભાનું હલનચલન બંધ થઇ જતું હોય છે તથા રોજીંદા જીવનના કાર્યોમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. આ રોગ ખૂબ રેર (જૂજ) પ્રમાણમાં જોવા મળે છે. ખાલી પ% જોવા મળતો રોગ છે.

સીવીલ હોસ્‍પીટલમાં પ૦ વર્ષના ફિમેલ દર્દીને ૯ મહિનાથી ખભ્‍ભાનો જોઇન્‍ટ હલતો બંધ થઇ ગયો હતો. આ દર્દી સિવિલ હોસ્‍પીટલ ખાતે ડો. જય તુરખીયાની મુલાકાત લીધેલ દર્દી પાસે સાંધો ખરીદવાની સગવડ ના હોય તે જોઇને તુરંત જ ડો. જય દ્વારા એમને શાંતવના આપી અને બનતા તમામ પ્રયાસો કરી સરકાર તથા સીવીલ સુપ્રીટેન્‍ડન્‍ટ પાસે સમગ્ર હકીકત વર્ણવી સાંધો ફ્રીમાં દર્દીને અપાવવા કરેલા પ્રયત્‍નો સફળ રહ્યા.

દર્દીના ઓપરેશનને ૪ દિવસ થયા અને કોઇ કોમ્‍પ્‍લીકેશન ન હોઇ હવે દર્દીને રજા આપવામાં આવી રહી છે. ઘણા લોકોના સિવિલ હોસ્‍પીટલ અને ત્‍યાંના ડોકટર વિશેના મિશ્ર વિચારો હોય છે પણ ડોકટર જય તુરખીયાનું આવું ઓપરેશનરૂપી સેવા એ સિવિલની તથા ત્‍યાંના ડોકટરોની ખૂબ સારી છબી દર્શાવતું જીવતું જાગતું ઉદાહરણ છે.

ડો. જય તુરખીયા સિવિલમાં ૬ વર્ષથી કાર્યરત છે તથા તેમની ટ્રેનીંગ ભારતના સેલિબ્રિટી સર્જન ડો. દિનર્શા પારડીવાલા, ડો. આહિષ બાબુલકર તથા દિલ્‍હી અપોલો હોસ્‍પીટલ ખાતે થયેલ છે. અને આવા જરૂરિયાત મંદ દર્દીઓને અચુક સિવિલમાં પધારવા તથા તેમના ટેલેન્‍ટનો વિના મૂલ્‍યે લાભ લેવો જોઇએ. ડો. જય તુરખીયા (મો.૯૦૯૯૧ ૭૯૭૯૮) એ આ બધો શ્રેય એમના માતા-પિતાને આપેલ છે.

(4:28 PM IST)