<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

પ્‍યાસીઓના જીવ બળે તેવી કાર્યવાહીઃ શહેર પોલીસે એક વર્ષમાં પકડેલા ૧ કરોડ ૮૬ લાખના દારૂ પર બૂલડોઝર ફર્યુ

ઝોન-૧માં ૨૧૫ કેસ કરી ૩૩૩૩૦ બોટલો, ઝોન-૨ હેઠળ ૧૭૭ કેસમાં ૮૧૧૮ બોટલો અને ક્રાઇમ બ્રાંચે ૪૯ કેસમાં ૫૩૪૨ બોટલો પકડી હતીઃ પોલીસ અધિકારીઓ, નશાબંધી શાખાના અધિકારી, મેજીસ્‍ટ્રેટ, સહિતની હાજરીમાં સોખડા પાસે કાર્યવાહીઃ ડીસીપી સજ્જનસિંહ પરમારે વિગતો જણાવી

રાજકોટ તા. ૫: શહેર પોલીસ દ્વારા પકડવામાં આવતાં ગેરકાયદેસર દારૂનો દર વર્ષે ગૃહવિભાગના ઠરાવ અનુસાર નાશ કરવામાં આવતો હોય છે. વર્ષ ૨૦૨૪-૨૫માં શહેર પોલીસના બંને ઝોન હેઠળના પોલીસ સ્‍ટેશનો, એલસીબી બ્રાંચો તેમજ ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાવમાં આવેલા રૂા. ૧,૮૬,૩૧,૮૮૩ના દારૂ-બીયરના જથ્‍થાનો આજે નાશ કરવામાં આવતાં પ્‍યાસીઓનો જીવ બળીને રાખ થઇ ગયા હતાં.

ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્‍યું હતું કે શહેર પોલીસ કમિશનરેટ હેઠળના ઝોન-૧ હેઠળના પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૨૪માં દારૂના ૨૧૫ કેસ કરીને ૩૩૩૩૦ બોટલ દારૂ રૂા. ૧,૩૯,૮૮,૭૭૦નો પકડી લેવાયો હતો. આ રીતે ઝોન-૨ હેઠળના પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ દ્વારા ૧૭૭ કેસ કરીને ૮૧૧૮ બોટલ રૂા. ૨૮,૮૪,૫૧૧નો પકડી લેવાયો હતો. તેમજ ક્રાઇમ બ્રાંચ દ્વારા ૪૯ કેસ કરી રૂા. ૧૭,૫૮,૬૦૨નો ૫૩૪૨ બોટલ દારૂ પકડી લેવાયો હતો. આ તમામ દારૂનો જથ્‍થો જે તે પોલીસ સ્‍ટેશન ખાતે સીલ કરીને  સાચવી રખાતો હોય છે. બાદમાં વર્ષના અંતે તેનો નાશ કરવામાં આવતો હોય છે.

આ રીતે કુલ ૪૪૧ કેસમાં એક વર્ષમાં ૪૬૭૯૦ બોટલ દારૂ કબ્‍જે કરાયો હતો. આ દારૂની કિમત રૂા. ૧,૮૬,૩૧,૮૮૩ થતી હતી. આ તમામ દારૂ, બીયર, ટીનના જથ્‍થાનો બૂલડોઝર હેઠળ નાશ કરાયો હતો. સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસાર ગેરકાયદેસર રીતે પકડાયેલા દારૂનો કોર્ટમાંથી હુકમ મેળવી નાસ કરવાની કાર્યવાહી કુવાડવા રોડ સાત હનુમાનથી આગળ સોખડા-નાકરવાડી વચ્‍ચે થઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓ, નશાબંધી શાખાના અધિકારીઓ પણ આ કામગીરીમાં હાજર રહ્યા હતાં.

તસ્‍વીરોમાં દારૂના જથ્‍થા પર બૂલડોઝર ફેરાવાયુ હતું તે દ્રશ્‍યો જોઇ શકાય છે. દર વર્ષે ગેરકાયદેસર રીતે પકડાતા દારૂનો આ રીતે નાશ કરવામાં આવતો હોય છે.

(4:25 PM IST)